જામનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિનીની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું
હિન્દૂ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથે ના ફલોટ્સ સહિત નગર ભ્રમણ કર્યું: બહેનોએ લેજીમ ના દાવ રજૂ કર્યા
જામનગર તા ૨૦, જામનગર શહેરમાં ગત વર્ષ ની જેમજ આ વખતે પણ શ્રી ગણેશ મરાઠા મંડળ - ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ૧૯ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ગુરુવારનાં રોજ સવારે ૭ વાગ્યે મહાકાળી મંદિર, પસાયા થી જામનગર સુધી મશાલ યાત્રા નું આયોજન કરાયું હતું.
ત્યારબાદ સાંજે પ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફ્લોટ્સ જોડાયો હતો. મહારાષ્ટ્રીયન મહિલાઓ દ્વારા પારંપારિક લેજિમ નૃત્ય તેમજ બાળકો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરવામાં આવી હતી,કત્યારબાદ શિવાજી મહારાજ ને નગર ભ્રમણ કરાવવામાં આવ્યું હતું.
જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં છેલ્લા ૪૧ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે ચોથી વખત છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે ૧૯ મી ફેબ્રુઆરી ગુરુવારના દિવસે ૩૯૯મી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે સાંજે પાંચ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રા ચાંદી બજારથી પ્રારંભ થઈ સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, ભાટ ની આંબલી, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બજારમાં પરિપૂર્ણ થઇ હતી. આ શોભાયાત્રા માં ગણેશ મરાઠા મંડળના પરિવારજનો ઉપરાંત જામનગરમાં વસવાટ કરતા અન્ય મહારાષ્ટ્રીયન પરિવાર ના સભ્યો વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMશું અમદાવાદમાં ભારતને ફાયદો કરનાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે? ફાઇનલ પહેલા એક ચોંકાવનારો ખુલાસો
March 07, 2026 04:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
