જામનગરમાં લાલવાડી વિસ્તારમાં એક અગ્રણી બિલ્ડરના પુત્રનું સાતમા માળેથી પટકાઈ પડતાં કરુણ મૃત્યુ

  • March 18, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં એક અગ્રણી બિલ્ડરના પુત્રનું સાતમા માળેથી પટકાઈ પડતાં કરુણ મૃત્યુ

બાંધકામ ની સાઈડ પર ગઈ રાતે અકસ્માતે પગ લપસતાં નીચે પટકાઇ પડવાથી કરુણ મૃત્યુ: પરિવારમાં ભારે શોકનું મોજું

જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં ત્રિ-મંદીર પાસે એક નવી બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં ગઈકાલે રાતે  બિલ્ડીંગના સાતમા માળે ચાલતા બાંધકામ પર જામનગરના અગ્રણી બિલ્ડરના યુવાન પુત્ર ભવ્ય નિલેશભાઈ દત્તાણી (ઉં.વ.૨૮) નિરીક્ષણ માટે ગયા હતા. તેઓ સાતમા માળે ચાલુ કામનું નિરીક્ષણ કરતા હોય તે દરમિયાન અકસ્માતે પગ લપસતાં યુવાન નીચે પટકાતાં ભારે દોડધામ મચી ગઇ હતી.
​​​​​​​

જેઓને તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરતાં ભારે અરેરાટી પ્રસરી હતી.
 આ બનાવની જાણ થતાં મૃતક ના પરિવારજનો તેમજ અન્ય અગ્રણી બિલ્ડરો અને લોહાણા સમાજના અગ્રણીઓ વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, ત્યારે ભારે કરુણ દ્રશ્ય સર્જાયા હતા. સીટી બી. ડિવિઝન પોલીસની ટીમે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application