મનરેગા કર્મચારીઓને થતા અન્યાય સંદર્ભે ખંભાળીયામાં કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી બાંધીને વિરોધ

  • April 18, 2026 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મનરેગા કર્મચારીઓને થતા અન્યાય સંદર્ભે ખંભાળીયામાં કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી બાંધીને વિરોધ


ગુજરાત રાજ્યમાં મનરેગા કર્મચારીઓને સમયસર પગાર ન મળવા સહિતના પ્રશ્ને મુખ્યમંત્રી વિગેરેને કરવામાં આવેલી રજૂઆતો છતાં પણ આ અંગેનું કોઈ નિરાકરણ ન આવતા ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન દ્વારા નાછૂટકે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કર્મચારીઓ પણ જોડાયા હતા.


તેઓએ એક દિવસે પેનડાઉન કરી અને કચેરીમાં હાજર રહી, કાળીપટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મનરેગા કર્મચારીઓના પગાર વધારા, પી.એફ. સહિતની અન્ય પડતર માંગણીઓને અનુલક્ષીને આગામી દિવસોમાં માસ સી.એલ. તેમજ ગાંધીનગરમાં કમિશનર, ગ્રામ વિકાસ કચેરી મુકામે ઘેરાવ કરવા સહિતના કાર્યક્રમ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News