હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળોની નજીક ચૂંટણી કાર્યાલય ખોલવા ઉપર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી અંતર્ગત સંદર્ભે ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચના મુજબ ચૂંટણી અનુસંધાને મતદાર વિભાગમાં કોઇપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઇ રાજકીય પક્ષ કે કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને ચૂંટણી હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઇપણ માન્ય શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને, દર્દીઓને, દર્શનાર્થીઓને અને શ્રધ્ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફિકની ગેરવ્યવસ્થા થવાની તથા જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થા ઉપર વિપરીત અસર પડવાની શકયતા રહે છે. રાજય ચૂંટણી આયોગ દ્રારા બહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઇઓની અમલવારી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
જેમાં ચૂંટણી હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલા મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઇપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ કે તેના પરિસરની લગોલગ ખોલવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉપરોકત હુકમનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ કે ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. કોઇપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનઅધિકૃત કબજો કે દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહીં. સ્થાનિક સતામંડળના જે કોઇ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application