મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતા મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી અને ધારાસભ્યઓ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા
ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજે જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના સ્વાગત અર્થે એરપોર્ટ પર રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીનું વિમાન ઉતરાણ થયા બાદ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરીએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર અને ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ડેપ્યુટી કમિશનર ઝાલાએ મુખ્યમંત્રીનું સ્વાગત કરી મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, અગ્રણી આગેવાન સર્વ બીનાબેન કોઠારી, ડો.વિનુભાઈ ભંડેરી, કેતન નાખવા, વિજયસિંહ જેઠવા અને આશિષભાઈ જોશી સહિતના મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીને જામનગરની ધરા પર આવકાર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
