રાજકોટના સોની વેપારીની રૂપિયા અઢી લાખની સોનાની બંગડી ની છેતરપિંડી કરનાર એક આરોપી પકડાયો: અન્ય બે આરોપીઓની શોધખોળ

  • March 23, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના સોની વેપારીની રૂપિયા અઢી લાખની સોનાની બંગડી ની છેતરપિંડી કરનાર એક આરોપી પકડાયો: અન્ય બે આરોપીઓની શોધખોળ

રાજકોટના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા દ્વારા જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે પોતાની રૂપિયા ૨,૫૫,૦૦૦ની કિંમતની સોનાની બંગડી કે જે પોતાના જામનગરના એક ગ્રાહક જયપાલસિંહ રાણા ને પહોંચાડવા માટે જામનગરમાં રહેતા પોતાના મિત્ર કેયુરભાઈ ઉર્ફે વાણીયા નીતિનભાઈ સંઘવીને આપી હતી.

 પરંતુ તે બંગડી તેણે પહોંચાડી ન હતી અને રવિ સોની પાસે દોઢ લાખ રૂપિયામાં ગીરવે મૂકી દીધી, હતી ત્યારબાદ જીગ્નેશ સોલંકીએ તેમાં મદદગારી કરી હતી, અને આ મામલે ત્રણ સામે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદ બાદ સિટી બી. ડિવિઝન પોલીસે કેયુર ઉર્ફે વાણિયો નીતિનભાઈ સંઘવીની અટકાયત કરી લીધી છે, અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જે આરોપી સામે જામનગર અને રાજકોટમાં છ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓ રવિ સોની અને જીગ્નેશ સોલંકીને પોલીસ શોધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application