જામનગરમાં એજ્યુકેશન એક્સ્પો યોજાયો: જાણીતા શિક્ષણશાસ્ત્રી શૈલેશ સગપરીયાએ વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન
જામનગર શહેર જિલ્લાનું પોતીકું આજકાલ સાંધ્ય દૈનિક વર્ષ દરમ્યાન લોકો માટે વેલકમ નવરાત્રી,વુમન્સ એવોર્ડ, એજ્યુકેશન એક્પો સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે તા.૧૨-૪ તથા ૧૩-૪ શની-રવિ એમ્બે દિવસ શહેરના ટાઉનહોલ ખાતે એજ્યુકેશન એક્સ્પો રાખવામાં આવેલ. આ એજ્યુકેશન એક્સ્પોમાં રાજ્યભરની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ હતી જેમાં પાલ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, આર્યતેજ, જીએલસ યુનિવર્સિટી, ઈનફાઈટી મની, ક્રાઈટ્સ કોલેજ,ડો.સુભાષ યુનિવર્સિટી,એસબી શર્મા,કલ્યાણ પોલીટેકનિક સહિતનો સમાવેશ થાય છે.
આ એજ્યુકેશન એક્સ્પોમાં ધોરણ ૧૧ અને ૧૨ માં કારકિર્દીની એરણે પહોંચેલા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ,વાલીઓ,સ્કૂલ સંચાલકો સહિતનાઓ જોડાયા હતા.આ એજ્યુકેશન એક્સ્પોનું ઉદ્ઘાટન કલેકટર કેતન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું આ સમયે આજકાલ દૈનિકના એડીટર ઈન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રીષ્નાબેન સોઢા, જામનગર આજકાલના નિવાસી તંત્રી તારીક ફાક પપ્પુખાન, ટેરેટરી હેડ અજય શર્મા,રાજકોટ આજકાલ એડ.મેનેજર સંદીપ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કારકિર્દીના આરંભે વિધ્યાર્થીઓએ કઈ લાઈન લેવી, કઈ રીતે લેવી, સફળતા મેળવવા શું કરવું તેનું સચોટ અને ઉદાહરણ સાથે ગુજરાતના શિક્ષણશાસ્ત્રી, મોટીવેશન સ્પીકર, જાણીતા વક્તા શૈલેશ સગપરીયા દ્વારા પ્રર્વચનની સાથોસાથ પ્રશ્નોતરીમાં વિધ્યાર્થીઓના સવાલના જવાબ સચોટ ઉદાહરણો સાથે આપ્યા હતા. પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે એક્સ્પો અંતર્ગત આ સેમિનારમાં ઉપસ્થિત આજકાલ સાંધ્ય દૈનિકના એડીટર ઈન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી આવેલા શૈક્ષણિક સંસ્થાઓના સમાહર્તાઓ આપ સર્વે વિધ્યાર્થીઓ અને શિક્ષકો હું તમારી પાસે કારકિર્દીને લગતી કેટલીક વાતો કરવાનો છું. તમારી સાથે એક એકટીવીટી કરવાનો છું તમને ખાત્રી આપું છું કે તમને કંટાળો નહીં આવવા દઉં તમારામાંથી જેમને ફોર વ્હીલર ચલાવતા આવડતું હોય તેઓ ઉંચી આગંળી કરે લાયસન્સ ના હોય તો પણ.....હવે જેમને ફોર વ્હીલર ચલાવતા ના આવડતી હોય તે ઉંચી આગંળી કરે....
હવે સાંભળજો દુનિયાની બેસ્ટ કાર જે જામનગરના ટાઉનહોલના કેમ્પસમાં લાવવામાં આવે અને જેમને કાર ચલાવતા નથી આવડતું તેમને ચાવી આપીને કહેવામાં આવે કે શૈલેશભાઈને ફલ્લા પહોચાડો તો શૈલેશભાઈ ફલ્લા પહોંચે ખરા ? હવે નાનામાં નાની કાર નેનોની ચાવી ચલાવતા આવડે તેમને આપવામાં આવે અને શૈલેશભાઈને રાજકોટ પહોંચાડવાનું કહેવામાં આવે તો શૈલેશભાઈ રાજકોટ નિશ્ચિત પહોંચી જાય. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે કાર કેવી તે અગત્યનું નથી પણ કાર ચલાવનાર કેટલો તૈયાર છે તે અગત્યનું છે.ભગવાને આપણે બધાને ટેલેન્ટ આપી છે આપણે કેટલી ઉપયોગ કરીએ છીએ તે મહત્વનું છે.તમને આપેલ હોશીયારીનો કેટલો ઉપયોગ કરો છો તે અગત્યનું છે.
સફળ થવા શું કરવું જોઈએ...?
મારે એવી કારકિર્દી પસંદ કરવી જોઈએ જે મને ગમતી હોય,મને રસ હોય,સાયન્સ હોય,કોમર્સ હોય,આર્ટસ હોય દરેક ક્ષેત્રનું એક મહત્વ છે મને ગમે છે તેમાં મારે જવું જોઈએ મારા બહેનપણી કે મારો ભાઈબંધ ગયો તેની પાછળ કારકિર્દી પસંદ ના કરવી જોઈએ. આજકાલના એડીટર ઈન ચીફ ચંદ્રેશભાઈના દીકરાને અર્થશાસ્ત્રમાં રસ હતો તેમનું કાઉન્સિલ કરીને આ ફીલ્ડમાં આગળ વધે તે માટે અમેરિકા અભ્યાસ અર્થે મોકલ્યો છે.જે વિષય પસંદ કરો તે વિષય રસનો હોવો જોઈએ.
મનગમતી કારકિર્દી પસંદ કરો પછી ગોલ નક્કી કરો પછી તમે તમારી જાતને હોમી દયો કારકિર્દીના સમયમાં જે ઉજાગરા કરી શકે જાતને હોમી શકે તે પછી બાકીની જિંદગી આરામથી જીવી શકે.૯૯ ટકા પીઆર મેળવનાર વિદ્યાર્થી પણ કારકિર્દીમાં ઘણી વખત નિષ્ફળ જાય છે સામાન્ય ટકા મેળવનાર વિદ્યાર્થી પણ મેદાન મારી જાય છે.
ધોરાજીના ૨૦૧૪ના એક પ્રવર્ચનનો દાખલો આપતા જણાવ્યું હતું કે નવમા ધોરણમાં અભ્યાસ કરતી એક ૧૪ વર્ષની દીકરીએ મને આવીને કહ્યું કે મારે યુપીએસસીની પરીક્ષા આપવી છે મેં તેમને કહ્યું ગ્રેજ્યુએટ થઈ જા અને એક્ઝામની તૈયાર તેમણે જે તે સમયે સંકલ્પ કર્યો અને ગોલ નક્કી કર્યો આજે એ દિકરી કંચન ગોહિલ સામાન્ય પરિવારની ૨૦૨૪ માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હેદ્રાબાદ પોલીસ ટ્રેનિંગમાં છે એવું નહીં વિચારવું કે અમે સામાન્ય છીએ ગામડામાંથી આવીએ છીએ. સફળ થવા રસનો વિષય પસંદ કરો,સંકલ્પ કરો,ગોલ નક્કી કરો અને તમારી જાતને એ વિષયમાં હોમી દયો રાજસ્થાનના એક નાનકડા ગામનો સામાન્ય પરિવારનો સરકારી સ્કૂલમાં અભ્યાસ કરીને આગળ ભણવા શહેરમાં જઈને હાથે રસોઈ કરતાં કરતાં ભણતા ભણતા યુપીએસસીની એક્ઝામ આપીને આજે જામનગર જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવે છે પ્રેમ સુખ ડેલુ.....
વિષયમાં નિપુણતા ખૂબ જ અગત્યની છે જીવનમાં સફળ થવું હોય તો જાતને હોમ્યા વિના શક્ય નથી સચિન તેંડુલકર જાહેરાતમાં કરોડો રૂપિયા મેળવે છે એની સફળતા દેખાય છે કલાકોના કલાકો પોતાની પસંદગીની કારકિર્દીમાં પ્રેક્ટિસ કરી,પરવેસો પાડ્યો તે દેખાય નહીં. સચિન તેંડુલકરનો દાખલો આપતા જણાવ્યું હતું કે ૧૯૮૯-૯૦ માં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન બેંટીગ સમયે વકાર યુનુસનો બોલ તેમને નાક પર લાગ્યો હતો અને નાકથી લોહીની ધાર નીકળી રહી હતી ડોક્ટરો સાથી ક્રિકેટરો ક્રીઝ છોડવા કહ્યું પરંતુ ૧૭ વર્ષના સચિન તેંડુલકરે ના કહી મેં ખેલુંગા...અને ફીફટી મારી..આ ઝનુન જ સફળતાની ટોચે લઈ જાય છે.
બીજો દાખલો આપતા તેમણે જણાવ્યું હતું કે યુવરાજસિંહે ૨૦૧૧ના મેચ દરમિયાન એકાએક લોહીની ઉલટી શરૂ થઈ ક્રીઝ ના છોડી હું તો રમીશ જ અને ૧૨૩ બોલમાં ૧૧૩ રન ફટકારી ભારતને વિજય અપાવ્યો, સફળતા મેળવવા જાતને હોમવી જ પડે.આવનારા સમયમાં ડીગ્રીની વેલ્યુ નહીં હોય તમારી એક્સપર્ટતા મહત્વની બની રહેશે હબીબ નામના વાળ કાપનારાની અસંખ્ય બ્રાન્ચો છે તેમને તેમાં નિપુણતા મેળવી લીધી છે. વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી બાબત સુઝ ના પડતી હોય તો વાલીઓએ કેળવણીકાર કે કાઉન્સિલરોની મદદ લેવી જોઈએ, કારકિર્દીના સમયમાં મોબાઈલ અગત્યનો છે પણ તમે તેનો કેટલો સદઉપયોગ કરો છો તે છે બાકી સમયની બરબાદી જ છે અભ્યાસને લગતી માહિતી માટે ઉપયોગ કરો તો તમને કારકિર્દીમાં ઘણો મદદરૂપ બને.
હનુમાનજીનો દાખલો આપતા જણાવ્યું હતું કે સીતા માતાને શોધવાનો ગોલ હતો, લક્ષ હતું સમુદ્ર વચ્ચે પણ પર્વત આવ્યો થોડોક સમય આરામ કરવાનું પર્વતે કહ્યું પરંતુ હનુમાનજી પર્વતને નમન કરીને આગળ વધ્યા કહેવાનો આશય એ જ કે તમારી કારકિર્દીમા પણ વચ્ચે આવા લલચામણા પર્વત આવે તેની સામે ધ્યાન આપ્યા વિના લક્ષ ગોલ તરફ આગળ વધવું જોઈએ.બીજા કહે કે એન્જિનિયરીગ ફીલ્ડમા સારી તક છે કોમર્સમાં સારી તક નથી,તો તે ફીલ્ડ ચાલે છે કેમ..?..તમને શેમાં રસ છે તે અગત્યનું છે બીજા કહે કે કરે તે મુજબ નહીં પરંતું તમને ગમતું હોય તે જ ફીલ્ડ પસંદ કરવું.
રસના વિષયમાં જ જવું તેમાં પરિવારની સ્થિતિ અગત્યની નથી, સફળ થવું હોય તો સમર્પણ વગર જાતને હોમ્યા વિના સફળતા ના મળે.ક્રીકેટર મહેન્દ્ર સિંહ ધોનીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે એક મેચમાં ક્રીઝ પર હતા તે સમયે એકાએક પીઠમાં દુખાવો ઉપડ્યો અને રીતસર પડી ગયા તાત્કાલિક ડોક્ટરની ટીમ આવીને ધોનીને આરામ કરવાનું કહ્યું પરંતુ તેમણે કહ્યું મારે રમવું છે હું રમીશ અત્યારનો ઉપાય બતાવો ત્યારે ડોક્ટરે પીઠ પાછળ બરફ ઘસવાનું કહ્યું ત્યારે ધોનીએ બરફની બેગ મંગાવીને પોતાની રમત ચાલુ રાખી આવું ઝનુન હોય ત્યારે સફળતા મળે.
મનગમતા રસના વિષયમાં પણ ઘણી વખત કંટાળો આવતો હોય છે તેવા છાત્રના પ્રશ્નના જવાબમાં શૈલૈશ સગપરીયાએ જણાવ્યું કે થોડોક સમય બ્રેક લઈ લેવો ઉદાહરણ આપતા જણાવ્યું કે જામજોધપુર તાલુકાના વાલાસણ ગામનો એક યુવાનને ભણવામાં કંટાળો આવ્યો ગામડે જઈને ખેતી કરવામાં મંડ્યો બાદમાં ખેતી કરતા તો ભણવું સારૂં એવું મહેસુસ થયુંને એ યુવક હાલ એમબીબીએસ ડોકટર બની ગયો.
અત્યારે એઆઈનો જમાનો વધતો જાય છે,તો મારે બેન્કીગ ફીલ્ડમા આગળ જવું છે,તો જવાય કે કેમ છાત્રાના પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કેબેંકીગ વગર તો ચાલશે જ નહીં, બધું તો મશીન કરી શકશે જ નહી,માણસોની તો જરૂર પડશે જ મોબાઈલનો જરૂર પડતો જ ઉપયોગ કરો મિત્ર મંડળ, બહેનપણીઓને મોબાઈલ મારફત નહીં પરંતુ રૂબરૂ મુલાકાત કરવાનું રાખો એવા ફેમિલીમાં માતા પિતા મોબાઈલ વ્યસ્ત હોય તે સંતાનોને શું મોબાઈલથી દૂર રહેવાનું કહેવાના, હનુમાન ચાલીસાની ચોપાઈ કુમતી નીવાર સુમતી કે સંગી...સારા મિત્રો બનાવવા સાત્વીક ખોરાક લેવો,મેડીટેશન કરવું,અત્યારે સ્કૂલ, કોલેજોમાં ડ્રગ્સનું દૂષણ ઘુસી ગયું છે તેનાથી દૂર રહેવું.
એજયુકેશન એક્ષ્પોમાં જામનગરની કેડમસ સ્કુલ, એસ.વી.એમ. સ્કુલ, સત્યસાંઇ સ્કુલ, રોઝી સ્કુલ, ધ્રોલની જી.એમ.પટેલ ક્ધયા વિદ્યાલય, મોદી સ્કુલ, એસ.બી.શર્મા પબ્લીક સ્કુલ, જીડી શાહ સ્કુલ અને બ્રિલીયન્ટ સ્કુલ સહીતની જાણીતી સ્કુલનાવિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતાં અને બધાએ એજયુકેશન એક્ષ્પોનો લાભ લીધો હતો.સેમીનારમાં શિક્ષણ શાસ્ત્રી શૈલેશ સગપરીયા દ્રારા આપવામાં આવેલ સચોટ ઉદાહરણો સાથે દિવાદાંડીપી માર્ગદર્શન પૂર્ણ થયા બાદ છાત્રો,વાલીઓ, શિક્ષકોને કંઈક મેળવ્યાનો સંતોષ ચહેરા પરથી છલકાતો જોવા મળી રહ્યો હતો. સવારે ૧૦ વાગ્યાથી એજયુકેશન એક્ષ્પો રાત્રીના ૮ વાગ્યા સુધી રવિવારે સવારના ૧૦ થી રાત્રીના ૮ કલાક સુધી ચાલ્યો જેનો બહોળી સંખ્યામાં લાભ જામનગરના છાત્રાઓએ લીધો અને આજકાલ સાંધ્ય દૈનિક વિદ્યાર્થીઓની કારકિર્દીની એક કડી બન્યું હતું.