જામનગર નજીક વિજરખી ડેમ પાસે જીપ કંપાસે બુલેટને ઠોકર મારતા એક યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયાનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસની જીણવટભરી તપાસમાં મૃતકના પત્ની અને તેના પ્રેમીએ કાવતરૂ રચીને હત્યાને અંજામ આપ્યાનું બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, આ અંગે પોલીસ દ્રારા તપાસ આગળ વધારી છે અને મૃતકની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મુળ કાલાવડના અને હાલ જામનગર રહેતા રવિ મારકણા નામનો પટેલ યુવાન ગઇકાલે વિજરખી ડેમ નજીકના રોડ પરથી બુલેટ બાઇક લઇને પસાર થતો હતો ત્યારે જીપ કંપાસ ફોરવ્હીલ અકસ્માતમાં મૃત્યુ થયાની વિગતો વહેતી થઇ હતી બનાવ અનુસંધાને પંચ–એ પોલીસનો કાફલો દોડી ગયો હતો અને આ બનાવ સબંધે જીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં કેટલીક ચોકાવનારી વિગતો સામે આવી હતી.
એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી દેવધાના માર્ગદર્શન હેઠળ પંચકોશી–એના પીઆઇ એમ.એન. શેખ અને સ્ટાફ દ્રારા તપાસનો ધમધમાટ આદર્યો હતો. જેમાં યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યુ હોવાનું ખુલ્યુ હતું. આથી પોલીસે આ દિશામાં ચક્રો ગતીમાન કર્યા હતા.
દરમિયાન કાલાવડના કૃષ્ણનગર–૧ ખાતે રહેતા એકાઉન્ટિંગ અને ખેતીનો વ્યવસાય કરતા ધીરજલાલ ઉર્ફે મહેતાજી મોહનભાઇ મારકણા (ઉં.વ. ૬૧) નામના વૃધ્ધે પંચ–એમાં અક્ષય છગન ડાંગરિયા તથા રીન્કલ રવિ મારકણા રહે. જામનગરની વિરુદ્ધ બીએનએસ કલમ ૧૦૩ તથા ૬૧(૨)(એ) મુજબ ફરિયાદ નોંધાવી હતી.
ફોરવ્હીલ લઈને તેનો પીછો કર્યો હતો
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરીયાદી વૃધ્ધના પુત્ર રવિના પત્ની રીન્કલને અગાઉ તેના ઘરની સામે રહેતા આરોપી અક્ષય ડાંગરીયા સાથે પ્રેમ સબધં હોય અને આ પ્રેમસબંધના કારણે ફરીયાદીના પુત્ર રવિ અને આરોપી રીન્કલ વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા જેના કારણે બંને આરોપીઓએ રવિને મારી નાખવા માટે કાવતરૂ રચ્યુ હતું. દરમ્યાન રવિ ધીરજલાલ મારકણા (ઉ.વ.૩૦) ગઇકાલે સાંજના સુમારે પોતાનું બુલેટ મોટરસાયકલ નં. જીજે૨૭ડીજે–૯૩૧૦ લઇને જામનગરથી કાલાવડ ગયેલ હતો ત્યારે આરોપી અક્ષય તેની ફોરવ્હીલ લઇને તેનો પીછો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech