ખંભાળિયા સહિત જિલ્લાના વિસ્તારોમાં મહોરમના ઝુલુસ નીકળ્યા: શાંતિપૂર્ણ ઉજવણી

  • July 18, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેર તથા તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં ગઈકાલે મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા મહોરમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયામાં મકરાણી જમાત, પઠાણ જમાત સહિતની જુદી જુદી જમાતોના કલાત્મક શણગારેલા પળમાં આવ્યા હતા.


જ્યાં મોટી સંખ્યામાં ભાવિકોએ નાળિયેર વધેર્યા હતા બપોર બાદ રાજ્યના નીકળ્યા હતા. જેમાં સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો તથા વિવિધ સમાજના લોકોએ ચોકારો લેતા "યા હુસેન"ના નારા સાથે નીકળ્યા હતા. રસ્તામાં ઠેર ઠેર પાણી રેડીને તાજીયા ટાઢા કરાયા હતા.


હિન્દુ શ્રદ્ધાળુઓએ પણ મોટી સંખ્યામાં તાજીયામાં શીશ નમાવી અને નાળિયેર વધેર્યા હતા. સાંજે તાજીયાઓ લાઇટિંગ સાથે એક બાદ એક શહેરના વિવિધ રસ્તાઓ પર ફરી અને નગર ગેઈટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિસર્જન કરાયું હતું. સુશોભિત તાજીયાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા.


ખંભાળિયા ઉપરાંત તાલુકાના સલાયા, વાડીનાર, કોટા, આંબલા તેમજ દ્વારકા, મીઠાપુર વિગેરે સ્થળોએ પણ શાંતિપૂર્ણ તાજિયા ઉત્સવ યોજાયો હતો. જેમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, પી.આઈ. સરવૈયા વિગેરે અધિકારીઓ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application