જોડીયાના વાઘા ગામમાં યુવાનને આંતરીને મારી નાખવાની ધમકી દીધાની ગામમાં રહેતા એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જોડીયા તાલુકાના વાઘા ગામમાં રહેતા ખેતીકામ કરતા ચિરાગ ચંદુભાઇ મૈયડ (ઉ.વ.૨૦) નામનો યુવાન ગઇકાલે બપોરના ચારેક વાગ્યે ઘરેથી વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં આરોપી રમેશે હાકલ પાડીને ઉભો રે એય એમ કહેતા ફરીયાદીએ ગાડી ઉભી રાખી શુંકામ આવી રીતે બોલો છો તેમ કહેતા રમેશ ઉશ્કેરાઇ ગાળો આપી હવે તમારો નિકાલ કરી નાખવો છે.
જાનથી મારી નાખવા છે તેમ કહેતા અને આ અગાઉ આશરે છ મહીના પહેલા ગત તા. ૧૬-૭-૨૩ના બપોરના સુમારે ફરીયાદી તેની વાડીએ કપાસમાં નાના ટ્રેકટરથી વખેડતા હોય ત્યારે રમેશે અપશબ્દો બોલતા બોલતા ફરયાદી પાસે આવીને ગાળો કાઢી હતી અને આરોપીએ ફરીયાદીને કહેલ કે આના ઉપર ચડાવતો નહી નહીતર જાનથી મારી નાખીશ. આ બનાવ અંગે ચિરાગભાઇએ ગઇકાલે જોડીયા પોલીસમાં રમેશ ભવાન મૈયડ રહે. વાઘા ગામની સામે ફરીયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech