જામનગરમાં સ્કૂટર અથડાવવા જેવી નજીવી બાબતે યુવાન પર હુમલો

  • April 17, 2025 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણબત્તી વિસ્તારમાં ગઈરાત્રે બનેલો બનાવ


જામનગર શહેરના ત્રણબતી વિસ્તારમાં આવેલ સ્ટરલાઇટ કોમ્પલેક્ષ નજીક ગઈકાલે રાતે સ્કૂટર અથડાવવા જેવી નજીવી બાબતે મોબીન સલીમભાઇ ભાગભરા નામના એક યુવાન ઉપર ત્યાંથી પસાર થઈ રહેલા ઇર્ષાદ સોઢા નામના શખ્સ દ્વારા હીચકારો હુમલો કરી દેવાતાં ભારે દોડધામ થઈ હતી.


મોબિન નામના યુવાન ને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અને તેની સઘન સારવાર કરવામાં આવી હતી.


આ બનાવને લઈને ઉપરોક્ત વિસ્તારમાં લોકોનું ટોળું એકત્ર થયું હતું.જે અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ માં દોડી ગયો છે, અને આ બનાવ અંગે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application