દરિયાઇ સુરક્ષાની જનજાગૃતિના હેતુ સાથે બેટ દ્વારકાના ટાપુઓ પર પોલીસ દ્વારા યોગ

  • June 21, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે આંતરરાષ્ટ્રિય યોગ દિવસ નિમિતે દ્વારકા ખાતે પોલીસ તંત્ર દ્વારા કુદરતી સૌંદર્યથી ભરપૂર ટાપુઓ પર યોગ કરવામાં આવ્યા હતાં, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને દ્વારકા જિલ્લા પોલીસ વડા મિતેશ પાંડે દ્વારા દરિયાઇ બોર્ડર સુરક્ષા અર્થે વિવિધ ટાપુઓ પર જનજાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, દરિયાઇ કિનારાનું વાતાવરણ યોગ માટે શારીરીક અને માનસિક રીતે ફાયદાકારક છે, શુઘ્ધ હવા, દરિયાનું વહેતુ પાણી, પક્ષીઓનો મધુર કલરવ માનસિક શાંતિનો અહેસાસ કરાવે છે, આ વિશિષ્ટ ભૌગોલીક પરિસ્થિતિનો તમામ નાગરિકો લાભ લઇ શકે તેમજ દરિયાઇ સુરક્ષા-વ્યવસ્થા બાબતે વધુ માહીતગાર થાય તેવા હેતુ સાથે ‘સ્વયં, સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે યોગ’ ના એજન્ડા પર લેફામબી ટાપુ, ધબધબો ટાપુ, બેટ ટાપુ, સામયાણી ટાપુ સહિતના બેટદ્વારકાના ટાપુઓ પર પોલીસ વિભાગ દ્વારા ખાસ જનજાગૃતિ માટે આજે યોગ કરાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application