રવિ-રાંદલમાંના લોટા અને હવન (યજ્ઞ)નું આયોજન
સમસ્ત બદીયાણી પરિવારના દેવસ્થાન જામ દેવરીયા મુકામે આગામી તારીખ:૩૧/૩/૨૦૨૫ ને સોમવાર ના રોજ સમસ્ત બદીયાણી પરિવારજનો તરફથી હવન (યજ્ઞ) રાખેલ છે. જેમાં સર્વે બદીયાણી કુટુંબના પરિવારજનોને હાજરી આપવા અનુરોધ કરાયો છે.
બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રવિ રાંદલ માતાજીના લોટા-૬ (છ) તારીખ:૩૦/૩/૨૦૨૫ ને રવિવાર ના રોજ તેડવાનું નક્કી કરાયું છે. રવિ રાંદલ માતાજી ના લોટા બે સમસ્ત બદીયાણી પરિવારજનો વતી તેમજ રવિ રાંદલ માતાજી ના લોટા ૪(ચાર) બે પરિવારજનો તરફથી તેડવાનું નક્કી થયું છે.
જે અનુસાર રવિ રાંદલ માતાજી ના લોટા-૬ (છ) તારીખ: ૩૦/૩/૨૦૨૫ ને રવિવારના રોજ તેડવા માં આવશે. અને ઉત્થાપન વિધિ તારીખ: ૩૧/૩/૨૦૨૫ સોમવાર ના રોજ સવારે રાખી છે.
ત્યારબાદ હવન (યજ્ઞ) બીડુ હોમવાનું કાર્ય પૂર્ણ થયે સમસ્ત પરિવારજનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં સમસ્ત પરિવારજનોએ સહ પરિવાર સાથે હાજરી આપવા જામ દેવરીયા- જામ સલાયા મંદિર સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત તારીખ ૩૦/૩/૨૦૨૫ ના રાત્રિના સમયે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરાઈ છે. જેથી સર્વે પરિવારજનોએ ઉપસ્થિત રહેવા જામ દેવરીયા જામ સલાયા દેવસ્થાન મંદિર સમિતિના બાબુલાલ ભીમજીભાઈ બદીયાણી દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech