ખંભાળીયામાં ખામનાથ મહાદેવની શિવ વરણાંગી નીકળી

  • March 09, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભક્તો બન્યા શિવમય: રાજકીય આગેવાનો સહિતના શહેરીજનો જોડાયા

ખંભાળીયા શહેરમાં ૧૧૦ વર્ષ જૂની પ્રાચીન પરંપરા પ્રમાણે અહીંના શ્રી ખામનાથ મહાદેવની ૨૦૦ કિલો વજનની ચાંદીની પ્રતિમા સાથે શિવ વરણાગીનું ભવ્ય પ્રસ્થાન અહીં રંગ મહેલ શાળા પાસેથી હર હર મહાદેવ અને નમ: પાર્વતી પતેની જય ધ્વનિ સાથે થયું હતું. વહેલા સવારે જ રંગ મહેલ શાળા પાસે સ્થાપિત થયેલ શિવ વરણાગીની પૂજા કરવા ફુલહાર કરવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
આ શિવ વરણાંગીમાં નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, એસ.પી. નિતેશ પાંડેય પણ જોડાયા હતા, ઢોલ નગારા સાથે નીકળેલ અત્યંત પ્રાચીન આ શિવ વરણાગીમાં ખંભાળીયાના પુષ્કર્ણા બ્રાહ્મણો તથા સારસ્વત ઔદીચ્ય બ્રહ્મ સમાજ, ક્ધયાકુંજ સમાજના બ્રાહ્મણો પીતાંબરી અને ઝબ્બો પહેરીને ખુલ્લા પગે શિવ વરણાગીનું શહેરમાં લઈને પ્રસ્થાન કરાવ્યું હતું. તથા ઢોલ નગારા અને ડી.જે. પાર્ટી સાથે આગળ છડીદારો સાથેની આ શિવ વરણાગીએ ભાવિકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યું હતું.
મોટી સંખ્યા માં શિવભકતો સાથે આ વરણાગી રંગમહોલ સ્કુલ પાસેથી નિકળી ગુગળી ચકલાથી થઈ પાંચહાટડી, લુહારશાળ, ઝવેરીબજાર, હર્ષદમાતાજીનું મંદિર, મેઈનબજારમાંથી થઈ બંગડી બજાર, માંડવી ચોક, ગુગળી ચકલો, રંગમહોલ સ્કુલ, વિજયચોકથી થઇ જુના દ્રારકાના નાકેથી ઘી નદીના પુલ ઉપરથી ખામનાથ મહાદેવ મંદિરે બપોરના પોહચી હતી તેમજ ખામનાથ મહાદેવ મંદિરમાં રાત્રે બ્રાહ્મણો દ્વારા દરેક પહોરની પુજા આરતી ના આયોજન થયા હતા
ધાર્મિક જગતમાં  શિવરાત્રીનું અનેરુ મહત્વ જોવા મળે છે. ચાર રાત્રી પૈકીની શિવરાત્રી એટલે જીવનું શિવ સાથેનું આધ્યાત્મક મિલન. શિવરાત્રી ની ઉજવણી માટે ભોલેનાથ ના ભોળિયા ભક્તો વહેલી સવારથી જ ભાવિક-ભક્તોનો પ્રવાહ શિવાલય તરફ પૂજન-દર્શન માટે ઉમટી પડ્યા હતા. શિવરાત્રી ના મહા પર્વ સમગ્ર જિલ્લામાં શિવાલયોમાં અને ભક્તોના મોઢે હર-હર મહાદેવના નાદ જોવા મળે છે. ત્યારે ખંભાળિયા માં શિવરાત્રીના ઉજવણીના ભાગરુપે રામનાથ મંદિર, ખામનાથ, શરણેશ્વર, નાગેશ્વર, વડત્રા ગામે આવેલ ધીંગેશ્વર સહિતના શિવાલયોમાં જુદા-જુદા ફ્લોટમાં અવલૌકિક દર્શન યોજવામાં આવ્યા ઉપરાંત શહેરના વિવિધ શિવાલયોમાં લાઇટિંગ તથા ડેકોરેશન થી શણગાર કરી શુશોભીત કરવામાં આવ્યા હતા ઉપરાંત સંધ્યા મહા આરતી કર્યા વિવિધ શિવાલયોમાં ચાર પહોરમાં પૂજા તથા આરતી સહિતના કાર્યક્રમ યોજી શિવરાત્રીના ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application