જામનગરમાં વર્લ્ડ યોગ દિવસની ઉજવણી

  • June 24, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગોસરાણી કોલેજ દ્વારા કાર્યક્રમ


જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ, ડી. ડી. નાગડા બીબીએ કોલેજ દ્વારા તા. ૨૧ જૂન, ૨૦૨૪ ના રોજ "ઇન્ટરનેશનલ યોગ ડૅ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.


આ કાર્યક્રમમાં ટ્રસ્ટી ડૉ. ભરતેષ શાહ, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સ્નેહલ કોટક પલાણ, જેવીઆઇએમએસ એમ.બી.એ. ના ડાયરેક્ટર ડૉ. અજય શાહ, સી.ઝેડ.એમ.જી. બીસીએ કોલેજનાં પ્રિન્સિપાલ હેતલ સાવલા, જી.એચ.જી. કોમર્સ તથા ડી. ડી. એન. બી.બી.એ. કોલેજના વાઇસ પ્રિન્સિપાલ સેન્ડ્રા મોસ, કોલેજનાં સ્ટાફગણ તથા વિદ્યાર્થીમિત્રો ઉપસ્થિત રહેલ હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત યોગ બોર્ડમાંથી યોગ ટ્રેનર તરીકે સોનલબેન ચૌહાણ તથા રંજનબેન ગજેરા હાજર રહ્યા હતા. કોલેજ દ્વારા ટ્રેનરને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમની સફળતા માટે કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સ્નેહલ કોટક પલાણે જહેમત ઉઠાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application