સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા વર્કશોપ

  • January 31, 2024 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના વિચરતી-વિમુક્ત જાતિઓના લોકોને શૈક્ષણિક, આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય, સામાજિક ઉત્કર્ષ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકારના વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણબોર્ડના સદસ્ય ભરતભાઈ પટણીએ જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના વિચરતી-વિમુક્ત જાતિઓના લોકો સાથે વર્કશોપ યોજ્યો હતો. જેમાં તેઓએ વિચરતા અને વિમુક્ત સમુદાયોને શૈક્ષણિક, આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય, સામાજિક ઉત્કર્ષ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.
આ વર્કશોપમાં ભરતભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૧માં ૧૩૬૨ જેટલી જાતિઓ માટે ગઝ-ઉગઝ વેલ્ફેર બોર્ડની સ્થાપના કરી હતી. ગુજરાતમાં ૨૮ વિચરતી અને ૧૨ વિમુક્ત જાતિઓ છે. તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આ જાતિઓ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. વિચરતી જાતિઓના યુવાઓ આગળ વધે અને ક્ધયાઓને શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે. વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે જવા માટે સરકાર દ્વારા રુા.૧૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. તેઓએ ઉપસ્થિત અગ્રણીઓને જણાવ્યું હતું કે તેમના સમાજની મહિલાઓ પગભર બને તે માટે કુટીર ઉદ્યોગો થકી મહિલાઓને રોજગારી મળે તે પ્રકારે કામગીરી કરવી જોઈએ. આ સમાજના ભાઈઓ વચ્ચેના, કુટુંબ, ગામ વચ્ચેના ઝગડાઓ દૂર કરી સમાજને જ્ઞાનશાળી બનાવવા માટે ઉઠઇઉગઈના સદસ્યશ્રીએ અપીલ કરી હતી. જામનગર જિલ્લાના વિચરતી અને વિમુક્ત જ્ઞાતિઓના તમામ લોકોને આગામી ત્રણ મહિનામાં આધારકાર્ડ, રાશનકાર્ડ અને ચૂંટણીકાર્ડ કાઢી આપવા માટે જ્ઞાતિઓના પ્રમુખ અને અગ્રણીઓને તેઓએ સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં વિચરતી અને વિમુક્ત જ્ઞાતિઓના અગ્રણીઓએ તેમની રજૂઆતો કરી હતી. અને વ્યાજબી રજૂઆતો અને પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામ કરવા ભરતભાઈએ જામનગર જિલ્લા વિકસતી જાતિના નાયબ નિયામક એ. કે. પરમારને સૂચનો કર્યા હતા.  આ બેઠકમાં વિચરતી અને વિમુક્ત જ્ઞાતિઓના પ્રમુખઓ, અગ્રણીઓ, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application