કોમન યુનિવર્સિટી એકટ અને યુનિફોર્મ સ્ટેચ્યુટ લાગુ કર્યા પછી દરેક કોલેજે જોડાણ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ 'જીકાસ' પર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત હોવાથી છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં મોડી રાત સુધી આ અંગેની કામગીરીનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. ગઈકાલે રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહી હતી.સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ કોલેજોના રજીસ્ટ્રેશન માટે છેલ્લા એક મહિનાથી પોર્ટલ ખુલ્લું હતું. પરંતુ ગુવારે રાત્રે તે બધં થવાનું હોવાથી છેલ્લા બે દિવસથી કોલેજ સંચાલકોનો ભારે ઘસારો રહ્યો હતો. કોઈ કોલેજને મુશ્કેલી ન પડે તે માટે જોડાણ વિભાગના સ્ટાફને મોડી રાત સુધી રોકાઈને પણ આ કામગીરી પૂરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. અને તેના કારણે ગુવારે રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી આ કામ ચાલુ રહ્યું હતું. મોટાભાગની કોલેજોના જોડાણની કામગીરી ગઈકાલે રાત્રે જ પૂરી કરી દેવામાં આવી છે.સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ કોલેજોમાંથી મોટા ભાગની કોલેજોએ નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરી હતી. પરંતુ સ્થાનિક અને બહારગામની અમુક કોલેજના સંચાલકોએ છેલ્લી ઘડી સુધી માહિતી એકત્ર કરવામાં અને કદાચ રજીસ્ટ્રેશન માટેની મુદત વધારવામાં આવશે તેવી અપેક્ષાએ ઢીલીનીતિ દાખવી હતી. પરંતુ રજીસ્ટ્રેશન માટેની મુદત નહીં લંબાવતા છેલ્લા બે દિવસથી ભારે થતા ધસારો જોવા મળ્યો હતો.
એકાએક વધી પડેલા ઘસારાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓએ જોડાણ વિભાગની ઓફિસનો દરવાજો બધં કરી દીધો હતો. અને જેમ જેમ વારો આવતો જાય તેમ તેમ કોલેજના સંચાલકોને અંદર એન્ટ્રી આપીને બાકીનાઓને બહારે વેઇટિંગ માટે બેસાડી દેવાયા હતા.
એક મહિનાનો સમય હોવા છતાં છેલ્લા દિવસોમાં કોલેજ સંચાલકોએ કરેલી દોડધામ અને ધસારાના કારણે યુનિવર્સિટીનો સ્ટાફ ભારે કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓખા મરીન પોલીસ દ્વારા પ્રતિબંધિત ટાપુઓ પર પેટ્રોલીંગ
January 31, 2025 02:08 PMજામનગરમાં યુવતિ અને તેની માતાને માર માર્યાની બે સામે ફરીયાદ
January 31, 2025 01:58 PMભાણવડમાં ઝડપાયેલા ગાંજા પ્રકરણના આરોપીને પાંચ વર્ષની સખત કેદ તથા દંડ
January 31, 2025 01:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech