જામનગરમાં કપડામાં જબ્બર ડીસ્કાઉન્ટના પગલે મહીલાઓની કતાર

  • May 26, 2025 11:33 AM 

અગાઉ એક દુકાનમાં સેલના કારણે લોકો ઉમટતા પોલીસ દોડી ગઇ હતીઃ ટાઉનહોલ પાસે દુકાનમાં ખરીદી માટે પડાપડીથી ટ્રાફિક અવરોધાયો

જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં કપડામાં જબ્બર ડીસ્કાઉન્ટના પગલે રવિવારે ધોમ ધખતા તાપમાં મહીલાઓએ કતારો લગાવી હતી, આ દુકાન માર્ગ પર આવેલી હોય ખરીદી માટે પડાપડી થતાં ટ્રાફિક અવરોધાયો હતો, અગાઉ આ વિસ્તારમાં એક દુકાનમાં સેલના કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં પોલીસ દોડી ગઇ હતી. 

જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં કપડાની ઘણી દુકાનો આવેલી છે, જે પૈકી એક દુકાનદારે કપડામાં ૫૫ ટકા ડીસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી, આ સંદેશો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો, જેના પગલે રવિવારે સવારથી દુકાન ખુલી ન હતી ત્યાં મહીલાઓ મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડી હતી, આટલું જ નહીં કપડામાં મસમોટા ડીસ્કાઉન્ટના પગલે ખરીદી માટે મહીલાઓએ ધોમ ધખતા તાપમાં પણ મસમોટી કતારો લગાવી હતી.

આ દુકાન જાહેર માર્ગ પર આવેલી હોય મહીલાઓને કતારના પગલે ટ્રાફિક અવરોધાયો હતો, સવારથી લઇને મોડે સુધી મહીલાઓએ આ દુકાનમાં ડીસ્કાઉન્ટમાં કપડા ખરીદવા માટે રિતસર પડાપડી કરી હતી, અત્રે નોંધનીય છે કે, અગાઉ આ વિસ્તારમાં એક દુકાનદારે ખુબ જ સસ્તા ભાવે કપડાના વેંચાણની જાહેરાત કરતા આ સંદેશો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં પોલીસ દોડી ગઇ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application