જામનગરમાં અગાઉના કેસમાં સમાધાન કરી લેવા મહિલાને ધમકી

  • April 26, 2024 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાધના કોલોનીના શખ્સ દ્વારા કરાતું દબાણ : મામલો પોલીસમાં પહોચ્યો


જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતી મહિલાએ અગાઉ બે શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરી હતી જેમાં એક શખ્સના જામીન થયા હતા અને બીજાના જામીન થતા ન હોય જેથી આ કેશમાં સમાધાન કરી લેવા આરોપીએ મહિલાને દબાણ કરીને જો સમાધાન નહી કરો તો તેણીના પુત્રને મારી નાખીશ એવી ધમકી આપતા મામલો પોલીસમાં પહોચ્યો છે અને સાધના કોલોની વિસ્તારમાં રહેતા શખ્સ સામે ધમકી દીધાની ફરીયાદ નોંધાવવામાં આવી છે.


જામનગરના સાધના કોલોની પહેલા ઢાળીયે એમ-46 ખાતે રહેતી મહિલાએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં સાધના કોલોનીમાં રહેતા હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડા નામના શખ્સ સામે આઇપીસી કલમ 504, 506(2) મુજબ ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદી મહિલાએ અગાઉ આરોપી હિતેશ ઉર્ફે સાકીડો અને તેના ભાઇ વિરુઘ્ધમાં આઇપીસી કલમ 392, 354, 506(2) વિગેરે કલમો મુજબ ગુનો દાખલ કરાવેલ હોય, જેમાં બંનેને જેલ થયેલ હોય અને આ કામના આરોપીને હાઇકોર્ટમાંથી જામીન થયેલ હોય, તેમજ આરોપીનો ભાઇ બિપીન હાલ જેલમાં હોય અને તેના જામીન થતા ન હોય જેથી આરોપીએ ફરીયાદીને આ કેશમાં સમાધાન કરી લેવા માટે દબાણ કરી, અપશબ્દો કહી સમાધાન નહી કરે તો તમારા દીકરાને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી, આ ફરીયાદના આધારે સીટી-એ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application