ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે 17 કિલોમીટર દુર ટીંબડી ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 યુ. 1827 નંબરના એક ઓટો રીક્ષાના ચાલક નવસાદઅલી આદમભાઈ ફકીર (રહે. વાડીનાર) એ પોતાની રીક્ષાને પલટી ખવડાવી, આ રિક્ષામાં જઈ રહેલા હલીમાબેન અલીભાઈ સંઘાર નામના 55 વર્ષના મહિલાને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત રીક્ષામાં જઈ રહેલા અન્ય મુસાફરો મરીયમબેન કાસમભાઈ સંઘાર અને રોશનબેન ફકીરમામદ સુંભણીયાને પણ ઇજાઓ થવા પામી હતી. આ અકસ્માત સંદર્ભે મૃતક મહિલાના પુત્ર આરીફભાઈ અલીભાઈ સંઘારની (રહે. ફકીર પાડો, ખંભાળિયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રીક્ષાના ચાલક નવસાદઅલી ફકીર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. કે.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
વીજશોક લાગતા ભાડથરના યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા સુરાભાઈ સામરાભાઈ રૂડાચ નામના 45 વર્ષના ગઢવી યુવાન લાલુકા ગામના પાટીયા પાસે એક આસામીની વાડીમાં થયેલા વીજ ફોલ્ટને રિપેર કરી રહ્યા હતા. ત્યારે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાંથી વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દેવુભાઈ જેઠાભાઈ રૂડાચ (ઉ.વ. 41, રહે. માળી) એ અહીંની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech