રણજીતસાગરમાં પંજુપીર નામે અવેધ મજાર હટાવવામાં લાજ કોની?- હિંદુ સેના

  • May 14, 2024 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણજીતસાગરમાં પંજુપીર નામે અવેધ મજાર હટાવવામાં લાજ કોની?- હિંદુ સેના


જામનગરના રણજીતસાગરમાં ગેરકાયદેસર અવેધ પંજૂપીર નામે મજાર ઊભી કરી લીધેલ છે, શરૂઆતમાં એક હતી હવે ત્યાં ત્રણથી ચાર અવેધ મજારો ખડકી લીધેલ છે. જેની હિન્દુ સેના દ્વારા મજાર દૂર કરવા ભૂતકાળમાં સરકાર પાસે રજૂઆત કરેલ હતી, અન્ય સંગઠનો એ પણ સરકારને રજૂઆત કરી હતી, ત્યારબાદ તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ થતા ત્યાં ચોમાસાના પાણીને લીધે મજાર ન હટાવવાના બહાના મળી ગયેલ હોય અને પાણી હટશે પછી તેનો નિકાલ થશે તેવા જવાબ મળેલ હતાં.  

હવે આ અવેદ મજારમાં પાણી ઉતરી ગયું હોય પરંતુ તંત્રનું પાણી પણ ઉતરી ગયેલું દેખાય આવે છે. સરકારના ઓર્ડરને ઘોળીને પી જતી આ અવેધ જગ્યાને હટાવવાની કોઈ અધિકારીઓમાં તાકાત નથી તેવી ચર્ચાઓ સમાજમાં ચર્ચા રહી છે અને રાજકીય નેતાઓ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે.

ખરેખર રણજીતસાગર પર ગેરકાયદેસર અવધ ૧૨૦૦૦ થી ૧૫૦૦૦ ફૂટનો સરકારી કબજો તેમજ અવેધ બાંધકામ  હટાવવા માંગ સાથે કલેક્ટર તેમજ ઉચ્ચતર સુધી  હિન્દુ સેનાએ રજૂઆત કરેલ હતી. સમય અંતરે તારીખ ૧૬/૯/ ૨૦૨૨ ના સરકારી ઓર્ડર પણ આવી ગયેલ છે. 

જામનગર હર્ષદપુર ગામના સરકારી ખરાબાના સ .નં.૧૧ જુના સ.નં. ૯૦૦૩ ખાતા નંબર ૫૮૩ વાડી જમીનમાં ૧૭૫૦.૦૦ ચો.મી. જમીનમાં પરવાનગી વગર ધાર્મિક વિષયક દબાણ કરેલ છે. આ વિગતે પુરાવા ધ્યાને લેતા સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરેલ હોવાનું સ્પષ્ટ રીતે જાહેર થતું હોય, સરકારી ખરાબાના સ.નં.૧૧ વાળી જમીનમાં ગેરકાયદેસર દબાણ સાબિત કર્યાનું માની દબાણનું ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૧૭૫૦.૦૦અને દંડની રકમ રૂ .૫૯૫ તેમજ દબાણની નીચેની જમીનનો સરકારી તથા ઈતરવેરા વસૂલ લેવા તથા દંડની રકમ તાત્કાલિક ભરવા, ભરાવવા તથા દબાણ ખુલ્લું કરવા હુકમ કરવામાં આવેલ છે. આ અંગે ઘટતું કરવાની માંગણી હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટે કરી છે. 

જો દબાણકાર સ્વેચ્છાએ દબાણ દૂર ન કરે તો લેન્ડ રેવન્યુ કોડની કલમ ૨૦૨ ની નોટિસ આપવાની કાર્યવાહી કરી દબાણ કરનારના ખર્ચે અને દબાણ ખુલ્લું કરવાનો હુકમ તા.૧૬/૯/૨૦૨૨ ના રોજ ફરમાવવામાં આવેલ છે. જેનો અમલવારી આજ દિન સુધી કરેલ નથી. ત્યારે ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ કોની લાજ શરમ રાખી બેઠા છે કે હજુ વધુ મજબૂતી સાથે ડેવલોપ થાય તેની રાહ જોવાય રહી છે. આ અવેધ પંજુપીરની જગ્યાને યોગીબાબાના બુલડોઝર વાળી કરવામાં નહીં આવે તો હિન્દુ સેનાએ આગળ વધવું પડશે તો તાત્કાલિક ધોરણે જામનગરની સાનને જાળવવા અને જલજીહદ અટકાવવા પંજુપીરની અવેધ જગ્યાને દૂર કરવા તંત્ર કમર કશે તેવી માંગણી ઉઠવાપામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application