બેકાર હોય તો શું થઈ ગયું? પુરુષોએ બાળકોની ખાધાખોરાકી દેવી જ પડે

  • June 13, 2026 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોતાની બેકારી કે બેરોજગારીનું બહાનું આગળ ધરીને હવેથી પુષો બાળકોની જવાબદારીમાંથી છટકી નહી શકે. બોમ્બે હાઈકોર્ટ કહે છે કે પુષો બેરોજગાર હોય તો પણ બાળકોના ભરણપોષણનો ખર્ચ ચૂકવવો જ પડશે.કોર્ટે નોંધ્યું હતું કે પિતાની બેરોજગારી એ બાળકો માટે કાનૂની જવાબદારીથી છટકી જવાનું કારણ નથી.એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.અને અરજદારને બાળકો માટે ૮,૦૦૦ માસિક ભરણપોષણ ભથ્થું આપવા આદેશ કર્યેા હતો.
કેસની વિગતો જોઈએ તો બોમ્બે હાઈકોર્ટે એક પિતાને તેમના પુત્ર અને પુત્રીને માસિક ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે, એમ કહીને કે કોઈ વ્યકિત ફકત બેરોજગારીનો ઉલ્લેખ કરીને તેમના બાળકો પ્રત્યેની તેમની કાનૂની જવાબદારીથી છટકી ન શકે.બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચ એક વ્યકિત દ્રારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં નીચલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં તેને તેના બાળકોને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ૮,૦૦૦નું માસિક ભરણ પોષણ તો આપવું જ પડશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application