બાબરા તાલુકાની ત્રણ નદીમાં સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી શરૂ કરાયું

  • February 28, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાબરા તાલુકા માં ચાલુ વર્ષે તલ ચણા જીરૂ મકાઈ સહિત ના પાકો ના વાવેતરો ગત વર્ષ કરતા વધુ પ્રમાણમાં થતા અને ભૂતળમાં પાણી ખુટતા લગતા અને ખેતર વાડીમાં ૧૦૦૦ ફટથી વધુ ઐંડાઈ સુધીના બોર રીંગદાર કરવા છતાં જરૂરીયાત મુજબની જળ રાશી પ્રા નહી થતા ખેડુતોના પાક પાણીની સ્થિતિ દયનીય બનવા લાગી છે. આવા સમયે રાય સરકાર દ્રારા બાબરા તાલુકાની ત્રણ જેટલી નાના કદની નદીઓમાં સૌની યોજના લીંક ૪માંથી પાણી છોડવામાં આવતા ખેડુતોના જમીની દાર કુવાના ભૂતળ ઉચા આવવાની સંભાવના વધી છે અને ખેડુતો ને પિયત માટે ફાયદો થવા સંભવ હોવાનું માનવામાં આવે છે.
જાણવા મળતી વિગત મુજબ તાલુકા ના ચરખા ગામે થી આવેલી કાળુભાર નદીમાં છોડવામાં આવેલ જળ રાશીથી ચરખા બાબરાના ખેડુતોને લાભ થશે અને આ જળ રાશી હાલ બાબરા સુધી પહોચ્યા બાદ અટકાવી દેવામાં આવશે બાબરા ખાતે કાળુભાર નદીમાં પુલ બનાવા કામગીરી ચાલુ હોવાથી ખાખરીયા જામબરવાળા જેવા ગામોને લાભ મળવો મુશ્કેલ બનશે જયારે સુખપુરથી છોડવામાં આવેલ જળ રાશીથી સુખપુર અને ખંભાળા તેમજ ચમારડી ગાગડીયા નદીમાં છોડેલા પાણીથી ચમારડી, કુંવરગઢ, વાલપુર, પીરખીજડિયા, ભિલા અને ભીલડી સુધીના ખેડુતોને લાભ મળશે.
તાલુકાની ત્રણ જેટલી નદીમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા ૨૦૦૦થી વધુ ખેડુત પરિવારોને સિધો લાભ મળશે. આ તકે ૯૬ લાઠી બાબરાના ધારાસભ્ય સહિત તાલુકા ભાજપ પદાધિકારી અને ખેડુતો ઉપસ્થિત રહી જળના વધામણા કર્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application