ભાણવડમાં પાણીના પોકાર વચ્ચે તંત્રની બેદરકારીથી પાણીનો વેડફાટ

  • May 28, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ પીવાના પાણીની તંગી વચ્ચે સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, સમ્પમાં પાણી કલાકો સુધી છલકાઇ વેડફાઇ જતાં લોકોમાં રોષ સાથે તંત્રની ટીકા કરી છે.


શહેરમાં પીવાના પાણીની સમસ્યાએ ગંભીર સ્વપ ધારણ કર્યું છે, લોકોને છ-સાત દિવસે સરકારી તંત્ર દ્વારા પીવાનું પાણી મળી રહ્યું છે અને એ પણ માંડ અડધો કલાક વિતરણ થાય છે.


એમાં વળી સંખ્યાબંધ નળધારકોને બીલકુલ અપૂરતા ફોર્સથી પાણી મળતું હોવાની ફરિયાદો પણ વ્યાપક રીતે થાય છે, તેમજ ચોક્કસ સમયે પાણી વિતરણ થતું નથી. જેથી લોકોને નળ સામે બેસી રહેવું પડે છે.


આવી કપરી સ્થિતિ વચ્ચે ભાણવડ શહેરની ભાગોળે નર્મદાના પાણી એકત્ર કરવા માટેનો સમ્પ રહેલો છે, આ સમ્પમાં પાણી ભરાઇને કલાકો સુધી છલકાઇ જવાથી પાણીનો પુષ્કળ બગાડ થયો હતો. અત્રે નોંધનીય છે કે શહેરની પ્રજા પીવાના પાણી માટે ચાતક નજરે રાહ જોતી હોય છે અને બીજી બાજુ સમ્પમાં પાણી છલકાયા બાદ કલાકો સુધી વેડફાઇ જવાની ઘટનાથી લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application