જામનગર શહેર, લાલપુર અને જામજોધપુરમાં વાહન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને બે મોટરસાયકલ તેમજ એક ટ્રેક્ટરની ટ્રોલી ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાસે રહેતા વિજયભાઈ રમેશભાઈ સોમેશ્વરા નામના યુવાને ગત તા. ૨૨ના જોલી બંગલા પાસે એક ટ્રાવેલ્સની ઓફિસ નજીક પાર્ક કરેલું મોટરસાયકલ નં. જીજે૧૦સીસી - ૫૩૭૨ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતા અને એપ્રેન્ટિસ તરીકે અભ્યાસ કરતા અયુબભાઈ ગુલમામદભાઈ વાંઢાએ લાલપુરના એસ.ટી. બસ સ્ટેન્ડની બાજુમાં પાર્ક કરેલું પોતાનું બાઈક નં. જીજે૧૭જે-૮૬૮૬ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવી છે.આ ઉપરાંત જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ ચંદુભાઈ કણસાગરા નામના ખેડૂતે ગત તા. ૨૭ રાત્રીના સુમારે પોતાના ઘર પાસે ખુલ્લા પ્લોટમાં રાખેલા ટ્રેક્ટરની ટ્રોલીની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application