રાણાવાવમાં વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયા વિવિધ કાર્યક્રમો

  • June 04, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના રાણાવાવ ખાતે સ્વચ્છતા અભિયાન સહિત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે જાહેર જનતામાં પર્યાવરણ માટેની જાગૃતિ વધે અને લોકો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. 


તે અંતર્ગત રાણાવાવ નગરપાલિકા દ્વારા રાણાવાવ મામલતદાર કચેરી પાસે નગરપાલિકા ગાર્ડન ખાતે વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં પ્લાસ્ટિક સહિતના કચરાનો એકઠો કરવામાં આવ્યો અને સમગ્ર વિસ્તાર સ્વચ્છ કરવામાં આવ્યો હતો.
રાણાવાવ નગરપાલિકા દ્વારા લોકો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, વિસ્તારને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે અને પર્યાવરણના રક્ષણમાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ પણ કરવામાં આવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application