વાલસુરાના નેવલ ભરતી ફ્રોડના ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી લેવાયો

  • April 24, 2024 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ભરતી ના ફ્રોડ અંગેનો એક ગુનો આજથી ત્રણ વર્ષ પહેલાં બેડી મરીન પોલીસ મથકમાં નોંધાવાયો હતો, તે પ્રકરણના નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના સીકર જિલ્લામાંથી જામનગર પોલીસે ઝડપી લીધો છે. જેને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ શરૂ કરાઇ છે.


જામનગરના બેડી મરીન પોલીસ મથકમાં આજથી ત્રણ વર્ષ પહેલાં આઈએનએસ વાલસુરામાં નેવલ ભરતીના ફ્રોડ અંગે નો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં રાજસ્થાનના સિકર જિલ્લાના ભોજાશરડે ગામના આરોપી ઓમપ્રકાશ ઢાકા સામે ગુન્હો નોંધી ફરારી જાહેર કરવામાં આવ્યો હતો.

જે ગુનામાં પોતે છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો રહ્યો હતો. અને ઉપરોક્ત આરોપી હાલ પોતાના વતનમાં પહોંચ્યો હોવાની બાતમીના આધારે જામનગરના સીટી બી.ડિવિઝનના પોલીસ સ્ટાફે તપાસનો દોર રાજસ્થાનના શિકર જીલ્લા સુધી લંબાવ્યા પછી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ ની મદદથી આરોપી ઓમપ્રકાશ ઢાકા સુખદેવસિંહ ઢાકાને શિકર જિલ્લામાંથી ઝડપી લેવા આવ્યો છે. જેને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application