રાજકોટ જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની મળેલી બેઠકમાં હાઈવે પર રખડતા ઢોરને દુર કરવા અને જરૂર પડે તો ઢોરના માલીકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે બેઠકના અધ્યક્ષ નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ હાજર અન્ય વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત સાઈનેજીસ પર ભાર મુકયો હતો.
હાઈવે પર થતાં અકસ્માતો નિવારવા માટે કલેકટર કચેરી ખાતે મળતી નિયત બેઠક મુજબ ગઈકાલે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં હાઈવે પર રઝળતા ઢોરનો મુદ્દો મહત્વપૂર્ણ રહ્યો હતો. સંભવિત અકસ્માતો અટકાવવા માટે ઢોરને રસ્તા પરથી દુર કરવામાં અને જો જરૂર પડે તો ઢોરના માલીકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અપાઈ હતી. હાઈવે પરના રોડ એન્જીનીયરીંગ અને સાઈનેજીસ પર ભાર મુકતા ગાંધીએ બ્લેક સ્પોટ આસપાસ વાહન ચાલકોને ચેતવણી રૂપે યોગ્ય સાઈનેજીસ લગાવવા તથા દુરથી વાહન ચાલકોને ડાયવર્ઝન વિશે ખ્યાલ પડે તે રીતે બોર્ડ મુકવા અને ડાયવર્ઝનના રોડને સ્મુધ બનાવવા માટે સુચના આપી હતી.
અકસ્માત નિવારવા માટે વાહન ચાલકો સીટ બેલ્ટ અને હેલમેટ પહેરે તેનું પાલન કરાવવા તેમજ રોડ સેફટીના નિયમોની જાણકારી માટે શાળા–કોલેજોમાં આવા જનજાગૃતિ કાર્યક્રમો યોજવા તથા રોડ રીપેરીંગ, થર્મેા પ્લાસ્ટ પટ્ટા, કેટ આઈ, સ્પીડ લીમીટ, સ્પીડ બ્રેકર જેવી કામગીરી કરવા માટે નેશનલ હાઈવે ઓથોરીટી અને માર્ગ મકાન વિભાગ તેમજ ગ્રામ પંચાયતના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
બેઠકમાં આરટીઓ અધિકારી કે.એમ.ખપેડ, રોડ કાઉન્સીલના જે.વી.શાહ, રાજકોટ સીટી પોલીસ ટ્રાફીક એસીપી ગઢવી, હાઈવે ઓથોરીટીના અધિકારીઓ અને અન્ય વિભાગના અધિકારી, પ્રતિનિધિ હાજર રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજો શરીરમાં આ લક્ષણો દેખાય છે,તો અવગણવા નહિ હોય શકે છે કેન્સર
November 23, 2024 05:33 PMઇલોન મસ્કે રાજા-મહારાજાઓને પણ હરાવ્યા, ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા, જાણો કેટલી છે સંપત્તિ
November 23, 2024 05:23 PMUPI છેતરપિંડીથી રહો સાવધાન, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 23, 2024 05:18 PMસ્પેસ સ્ટેશનમાં સર્જાઈ મુશ્કેલી, સુનિતા વિલિયમ્સ માટે ખતરો!
November 23, 2024 05:07 PMશિયાળાની ઋતુમાં લગ્નમાં સાડી સાથે ઠંડીથી બચવા પહેરો આ કપડાં જેથી દેખાશે સ્ટાઇલિશ લુક
November 23, 2024 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech