તાપમાન: 31 ડીગ્રી: કેટલાક વિસ્તારોમાં છાટા પડયા: આજ સવારથી શહેરમાં વાદળીયું વાતાવરણ: આજથી તા.14 દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં વરસાદની આગાહી
નવરાત્રીના દિવસો પુરા થઇ રહ્યા છે ત્યારે ગઇકાલે જામનગર સહિત હાલારના વાતાવરણમાં મોડી રાત્રે પલ્ટો આવ્યો હતો, જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં થોડા છાટા પડયા હતાં અને એવું લાગતું હતું કે વરસાદ તુટી પડશે પરંતુ મેઘરાજા વરસ્યા નહીં, આજથી તા.14 દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં વરસાદ થશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સાઇકલોનની અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થશે, પરંતુ સૌરાષ્ટ્રમાં હાલ તો થોડો પવન રહેશે અને વરસાદ થવાની શકયતા છે. જો કે નવરાત્રી હેમખેમ પસાર થઇ હોય ખેલૈયાઓએ પણ રાહતનો દમ લીધો છે. અસહ્ય ગરમીને કારણે યુવક-યુવતિઓને ગઇકાલે ગરબે રમવામાં ગઇકાલે ખુબ જ મુશ્કેલી પડી હતી, સતત પાણીનો સોસ પડતો હતો, એટલું જ નહીં બપોરે પણ અસહ્ય ગરમી હતી અને રાત્રે પણ આ પ્રકારના વાતાવરણને કારણે બાળકો અને વૃઘ્ધો બેબાકળા બની ગયા હતાં. છેલ્લા અઠવાડીયાથી અસહ્ય ગરમી થઇ રહી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 31 ડીગ્રી, લઘુતમ તાપમાન 27 ડીગ્રી, હવામાં ભેજ 81 ટકા અને પવનની ગતિ 25 થી 30 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
હવામાન ખાતાની આગાહી કરી છે કે, ત્રણ દિવસમાં ગમે ત્યારે વરસાદ પડશે, મગફળી અને કપાસનું વાવેતર સા થયું હોય જો વરસાદ ન થાય તો આ વખતે ખેડુતોને પણ સારો એવો ફાયદો થશે અને આ બંનેના સારા ભાવ પણ ઉપજશે, જામનગરમાં છેલ્લા ત્રણેક દિવસથી ધીરે-ધીરે ગરમીનો પારો વધતો જાય છે ત્યારે ગઇકાલે તો સુર્યદેવતાનો આકરો તાપ ચાલું રહ્યો છે, આખો દિવસ ગરમી બાદ રાત્રે થોડો પવન દેખાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech