દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રીની બિનહરીફ વરણી

  • September 23, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રમુખ તરીકે મેરામણભાઈ, મહામંત્રી તરીકે અશોકભાઈ વરાયા



દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોની વરણી માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત મેરામણભાઈ ભાયાભાઈ ગોરીયા અને મહામંત્રી તરીકે અશોકભાઈ મારખીભાઈ કરમુરની બિનહરીફ વરણી કરવામાં આવી છે. સતત ત્રીજી વખત આ બિનહરીફ વરણી થઇ છે.


મેરામણભાઈ ગોરીયા અને અશોકભાઈ કરમુર છેલ્લા 15 વર્ષથી સંઘના હોદ્દેદાર તરીકે કાર્યરત છે. બંને હોદેદારો સતત કાર્યરત અને લડાયક આગેવાન તરીકે છાપ ધરાવે છે. તેઓ શિક્ષકોના વિવિધ પ્રશ્નો બાબતે અને શિક્ષણ અંગે સતત ચિંતિત રહે છે. રાજ્ય સંઘ સાથે રહીને તેઓએ અનેક આંદોલનાત્મક  કાર્યક્રમો આપીને શિક્ષકોના અનેક પ્રશ્નોના નિરાકરણ લાવ્યા છે.


મેરામણભાઈ ગોરીયા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ છે. અને જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ સાથે જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રીએશન ક્લબના પ્રમુખ છે. બંને હોદેદારોની વરણીને જિલ્લાના શિક્ષકો સહિતના આગેવાનોને આવકારીને અભિનંદન પાઠવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application