રૂા. ૬૦ લાખના ચેક પરતના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા

  • October 09, 2024 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગપુરની કંપનીના ડાયરેક્ટરને અદાલતે સજાનો હુકમ કર્યો


વિર્દભ ગેસ વેસલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડાયરેકટર સીમા આર. જૈનને રૂા. ૬૦,૦૦,૦૦૦ ના ચેક રીટર્નના કેસમાં બે વર્ષની સજાનો અદાલતે હુકમ કર્યો છે.


એટલાન્ટીક એન્જી. ટેકના માલીક મુકેશભાઈ ગીરધરભાઈ ચોવટીયા બ્રાસપાર્ટ મટીરીયલ્સ ફોરજીંગ બોડી વિગેરે આઈટમ બનાવીને વેંચાણનો વેપાર ધંધો કરે છે તેઓ પાસેથી વિદર્ભ ગેસ વેસલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડાયરેકટર સીમા આર. જૈન દ્વારા તેમની જરૂરીયાત મુજબના બ્રાસપાર્ટ મટીરીયલ્સ ફોરજીંગ બોડી વિગેરેની અલગ અલગ બીલથી રૂા. ૧,૭૦,૧૭,૪૧૪ ની રકમની ખરીદી કરવામાં આવી હતી.


ઉપરોકત રકમ પૈકીની રકમની પરત ચુકવણી માટે વિદર્ભ ગેસ વેસલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડાયરેકટર સીમા આર. જૈન દ્વારા રૂ. ત્રીસ-ત્રીસ લાખના બે ચેકો આપવામા આવ્યા હતા. જે ચેકો  બેંક ખાતામાં રજુ કરતા એકસીડ એરેજમેન્ટના કારણે ચેકો પરત ફર્યા હતા. જેથી એટલાન્ટીક એન્જી. ટેકના માલીક મુકેશભાઈ ગીરધરભાઈ ચોવટીયા દ્વારા વિદર્ભ ગેસ વેસલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડાયરેકટર સીમા આર. જૈન સામે જામનગરની અદાલતમાં  કેસ દાખલ કરવામાં આવ્યો હતો.


જે કેસ જામનગરના એડી. ચીફ. જયુડી. મેજીસ્ટ્રેટ આર.બી. ગોસાઈની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા વિસ્તૃત દલીલ ધ્યાને લઈ આરોપી વિદર્ભ ગેસ વેસલ્સ પ્રાઈવેટ લિમીટેડ કંપનીના ડાયરેકટર સીમા આર. જૈનને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. સાંઈઠ લાખ  ફરીયાદીને વળતર પેટે ચુકવવા હુકમ કરેલ અને જો ચેકો મુજબની રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજાનો પણ હુકમ કરેલ છે.


આ કેસમાં ફરીયાદી તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application