ચેકની બમણી રકમ ચૂકવવાનો હુકમ કરતી કોર્ટ
જામનગરની કોર્ટમાં રીયલ એસ્ટેટની દલાલી પેટે આપવામાં આવેલ ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમ ચૂકવવાનું કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
જામનગરના માતૃકૃપા પ્રોડકટસના પ્રોપરાઈટર, યશપાલસિંહ ઉદયસિંહ વાળા એ વિરૂમલ મોહનદાસ નંદાણી એકબીજા સાથે મકાનની લે-વેચનો ધંધો કરતા હોય અને એક બીજા સાથે પોતે જગ્યાની લેતી દેતી કરતા હોય, અને તે સબબ એક બીજા સાથે સારા સબંધો હોય જેથી ફરીયાદી વિમલ મોહનદાસ નંદાણીને દલાલી સબબના આરોપીએ ા. 7,25,000 અંકે ા. સાત લાખ, પચ્ચીસ હજાર પુરા ચુકવવાના થતા હોય, જેથી આરોપીએ પોતાની પેટી માતૃકૃપા પ્રોડકટસ નો ધી જામનગર કો-ઓપરેટીવ બેંક લી, દરેડ, જામનગર શાખા નો ચેક આપેલ હતો, અને ચેક આપતી વખતે એવી ખાત્રી વિશ્વાસ અને ભરોસો આપેલ કે ચેક બેંકમાં જમા કરાવતા તે ચેક ‘ફંડ ઇન્શફીશીયન્ટ’ ના શેરા સાથે પરત ફરેલ હતો, ત્યારબાદ ચેક મુજબ ની રકમ દિવસ-15 માં પરત ચુકવી આપે તે મુજબની ફરીયાદીએ પોતાના વકિલ મારફત નોટીસ મોકલાવેલ, જે નોટીસનો આરોપીએ કોઈ જવાબ આપેલ નહી અને તે ચેક મુજબ ની રકમની માંગણી કરવા છતા ચુકવેલ નહી, જેથી ફરીયાદીએ જામનગરની અદાલતમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી, અને તે કેસ જામનગરના 12 માં એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટ માં ચાલી જતા અને સમગ્ર પુરાવાનું મુલ્યાંનકન કરી ફરીયાદીના વકિલની તમામ દલીલો તથા ફરીયાદી તરફેના અલગ-અલગ હાઈકોર્ટના તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કરેલ જે ધ્યાને રાખી આરોપી માતૃકૃપા પ્રોડકટસ નાં પ્રોપરાઈટર, યશપાલસિંહ ઉદયસિંહ વાળા ને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ના ગુન્હા સબબ ર (બે) વર્ષ ની સાદી કેદની સજા તથા આરોપીને વાદગ્રસ્ત ચેકની રકમ ા. 7,25,000 થી બમણો એટલે કે, ા. 14,50,000 ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવેલ છે અને આ વળતરની રકમ ફરીયાદીને આરોપી ચુકવવામાં કસુર કરે તો વધુ 6 (છ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
ફરીયાદી વિરૂમલ મોહનદાસ નંદાણી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુદ્દા, અશ્વિન એ. સોનગરા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMવિંછીયા-જસદણના 60 ગામોમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે બંધ...જાણી લેજો તારીખ
November 19, 2024 08:11 PMયુક્રેને શરૂ કર્યો યુદ્ધનો નવો તબક્કો! રશિયા પર પ્રથમ વખત લાંબા અંતરની અમેરીકાની ATACMS મિસાઇલ છોડી
November 19, 2024 07:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech