ખોડીયાર કોલોનીમાં એસઓજી ત્રાટકી: 1.600 કિ.ગ્રામ ગાંજો કબ્જે: પાલનપુરના શખ્સની સંડોવણી ખુલી
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં એક બાતમીના આધારે બે મહિલાને ગાંજાના જથ્થા સાથે અટકમાં લીધી હતી, તપાસ કરતા પાલનપુરના શખ્સનું નામ ખુલ્યુ હતું આથી ત્રણેયની સામે એનડીપીએસ એકટ મુજબ ફરીયાદ નોંધવામાં આવી હતી અને તપાસ લંબાવવામાં આવી છે.
જામનગર એસઓજીની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ હકીકતના આધારે ખોડીયાર કોલોનીમાં બે મહિલાઓને આંતરીને તેની પાસે રહેલ કપડાનો થેલો ચેક કરતા માદક પદાર્થ મળી આવ્યો હતો.
આથી મુળ પાલનપુરના માન સરોવર ફાટક પાસે ઝુપડપટ્ટીમાં રહેતા હંસાબેન કરણ વઢીયાર અને જામનગર દિગ્જામ સર્કલ પાસે બાવરીવાસમાં રહેતી શોભાબેન મનોજ બાવરીની અટકાયત કરી તેની પાસેથી વેચાણ અર્થે લાવેલ 1 કીલો 600 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગાંજા ઉપરાંત એક મોાઇલ અને થેલો મળી કુલ 26 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો, પુછપરછ દરમ્યાન બનાવસકાંઠા જીલ્લાના પાલનપુરના દિલીપ અરજણ કોળીનું નામ ખુલ્યુ હતું જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે આ ત્રણેયની સામે એસઓજીના પીએસઆઇ એલ.એમ. ઝેર દ્વારા ફરીયાદી બનીને સીટી-સી ડીવીઝનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech