દ્વારકા એસઓજીએ ભેદ ઉકેલ્યો : ૩.૫૪ લાખનો મુદામાલ કબ્જે
ખંભાળીયા માર્કેટ યાર્ડમાં થયેલ જીરા ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં દ્વારકા એસઓજીની ટુકડીએ ઉકેલી નાખ્યો છે, જામનગરના હાપા ખારી વિસ્તારમાં રહેતા બે શખ્સોને કુલ ૩.૫૪ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા.
દેવભુમી દ્વારકા એસઓજી પીઆઇ પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ રાજેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ કિશોરસિંહ જાડેજા, રણમલ પરમાર, પો.કોન્સ મિલનભાઇ ભટ્ટ, કૃષ્ણરાજસિંહ જાડેજા ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્કેટીંગ યાર્ડમાં થયેલ જીરાની ચોરીની તપાસ બાબતે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સંયુકત હકીકત મળેલ કે, ખંભાળીયામાં કંચનપુરના પાટીયા પાસે આવેલ ખંઢેર મકાનમાથી એક બોલેરો મેકસી પીકઅપ વાહનમાં બે શંકાસ્પદ ઇસમો જીરુ બાચકાઓમા ભરી અને વેચાણ કરવા બાબતે રાહદારીઓને પુછપરછ કરતા હોય.
ચોકકસ હકીકત આધારે સ્થળ પર પહોચી તપાસ કરતા બે શંકાસ્પદ ઇસમો સાથે એક બોલેરો મેકસી વાહન જેમાં ૬ બાચકા જીરુ ભરેલા મળી આવેલ જેથી બંને શંકાસ્પદ ઇસમોનું નામ પુછતા શંકર રમેશ ધાંધલપરીયા, તથા પ્રશાંત ઉર્ફે પતિઓ કિશોર રણોલીયા બંને રહે. હાપા સ્ટેશન, ખારી વિસ્તાર, જામનગરવાળાને પકડી પાડી પુછપરછ કરતા આધાર પુરાવા માંગતા નહી હોવાનુ જણાવેલ જેથી જીરુના જથ્થો કયાથી મેળવ્યો હતો.
તે અંગે પુછપરછ કરતા બંને ઇસમોએ જીરાનો જથ્થો ખંભાળીયા માર્કેટીંગ યાર્ડમાંથી ચોરી કરી હોવાની કેફીયત આપી હતી. જેથી ૬ નંગ બાચકામાં અંદાજીત ૨૯૦ કિલો જીરાનો જથ્થો જેની કિ. ૧.૦૪.૫૦૦ ગણી ગુનામાં ઉપયોગ કરેલ બોલેરો નં. જીજે૧૦ટીટી-૯૩૦૧ કિ. ૨.૫૦ લાખ, કુલ મુદામાલ ૩.૫૪ લાખનો મુદામાલ કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના કામે કબ્જે કરી ધોરણસર અટક કરી જામખંભાળીયા ખાતે સોપી આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ, 179ના મોત, ઉતરાણ દરમિયાન વ્હીલ્સ ખુલ્યા નહીં, જાણો વિગતવાર
December 29, 2024 06:50 PM'જડ્ડુ બહુ દાંત ન દેખાડ', મેચની વચ્ચે રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાને આપ્યો ઠપકો, વીડિયો વાયરલ
December 29, 2024 06:06 PM'હું H-1B વિઝામાં માનું છું', ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કનું સમર્થન કર્યું, વિરોધીઓને મોટો ફટકો
December 29, 2024 05:48 PMરાજાધિરાજ ભગવાન દ્વારકાધીશ ના દરબારમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ
December 29, 2024 05:44 PMશાપરમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફે તાપણું કર્યું
December 29, 2024 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech