દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે વ્યક્તિના અપમૃત્યુ નિપજ્યા

  • October 17, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના યુવાને ઝેરી ટીકડા ગળી જતા મૃત્યુ પામ્યોઃ મીઠાપુર નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ: મિત્ર સામે ફરિયાદ



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે વ્યક્તિના અપમૃત્યુ નિપજ્યા છે, જેમાં ખંભાળિયાના યુવાને ભૂલથી ઝેરી ટીકડા ગળી જતા મૃત્યુને ભેટ્યો હતો, તેમજ મીઠાપુર નજીક એક બાઇક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ છે, આ બાબતની પોલીસમાં જાણ કરવામાં આવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ખંભાળિયામાં આવેલી કણઝાર હોટલ પાસે રહેતા પ્રકાશભાઈ ધીરજલાલ જાદવાણી નામના 40 વર્ષના યુવાને ગત તારીખ 16 ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવાના ટીકડા પી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કિશોરભાઈ ધીરજલાલ જાદવાણી (ઉ.વ. 50, રહે. જામપર) એ અહીંની પોલીસને કરી છે.

ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા મૂળવેલ તથા મૂળવાસર ગામ વચ્ચે જી.જે. 37 એલ 3696 નંબરના મોટા સાયકલ લઈને જઈ રહેલા રઘુકુમાર નરેશ પ્રસાદ કુસવાહા (મૂળ રહે. બિહાર, હાલ સુરત) એ પોતાનું મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા આ મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે બાઇકની પાછળ બેઠેલા તેમના મિત્ર હરીસંગભા નાગશીભા કેરને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાદ આરોપી રઘુકુમાર તેનું મોટરસાયકલ લઇને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતક હરીસંગભાના પિતા નાગશીભા કાયાભા કેર (ઉ.વ. 64, રહે. હાલ જામનગર, મૂળ રહે. ગોરીંજા - દ્વારકા)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આરોપી બાઈક ચાલક રઘુકુમાર નરેશ પ્રસાદ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application