હાર્ટ અટેકથી મૃત્યુ થવાના બનાવોનો સીલસીલો યથાવત રહ્યો છે. શહેરમાં ત્રણ વ્યકિતના હાર્ટ થંભી જવાથી મોત નિપયા છે. જેમાં રણુજા મંદિર પાસે રહેતા ૪૬ વર્ષીય આધેડ કે જેમના પુત્રના ચાર દિવસ પહેલા જ લ થયા હતા તેમનું અચાનક બેભાન હાલતમાં મૃત્યુ થયું છે. જયારે આંબેડકરનગરમાં આધેડ રાત્રીના જમતા જમતા એકાએક ઢળી પડા હતા. તેમજ સત્યમ પાર્કમાં પ્રૌઢએ બેભાન હાલતમાં દમ તોડી દીધો હતો.
પ્રા વિગત મુજબ કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે કૈલાસ પાર્કમાં રહેતાં વિક્રમભાઇ વીભાભાઇ જળુ (ઉ.વ.૪૬) નામના આધેડ રાત્રે ઘરે બેભાન થઇ જતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક વિક્રમભાઈ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં અને ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક પુત્ર રાજના ચાર દિવસ પહેલા જ ધામધૂમથી લ કર્યા હતા. દીકરાના લ ચાર દિવસમાં જ પિતાએ અનંતની વાટ પકડી લેતા પરિવારમાં લની ખુશીનો માહોલ ગમગીનીમાં પરિણમ્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
જમતા જમતા આધેડ ઢળી પડતા મૃત્યુ
શહેરના ૮૦ ફુટ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં હેમુભાઇ ભાણજીભાઇ ચાવડા (ઉ.વ.૫૨) નામના આધેડ રાત્રીના ઘરે જમવા માટે બેઠા હતા ત્યારે જમતા જમતા અચાનક ઢળી પડતા પરિવારજનો દોડયા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક હેમુભાઈ પાંચ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં અને છુટક મજૂરી કામ કરતાં હતાં. બનાવ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
સત્યમ પાર્કમાં પ્રૌઢએ બેભાન હાલતમાં દમ તોડો
વધુ એક બનાવમાં ૮૦ ફુટ રોડ સત્યમ પાર્કમાં રહેતાં મનીસિંગ રઘુવંશીસિંગ શર્મા (ઉ.વ.૫૮) નામના પ્રૌઢ રાત્રે ઘરે બેભાન થઇ જતા સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ જીવ બચી શકયો નહતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાગળો કર્યા હતા. મૃતક મૂળ યુપીના વતની હતા અને પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા નંબરે હતાં.સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. હાલ નિવૃત જીવન જીવતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદુનિયાના આ દેશોમાં નથી ઉજવવામાં આવતો વેલેન્ટાઇન ડે!
February 13, 2025 04:59 PMઆ કંપની પોતાના કર્મચારીઓને ખુશ કરવા માટે આપી રહી છે હેંગઓવર લીવ!
February 13, 2025 04:54 PMશું વારંવાર મોઢામાં ચાંદા પડે છે? તો હોય શકે આ ગંભીર રોગની શરૂઆતના સંકેતો
February 13, 2025 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech