પીપળીનેશ રસ્તે અજાણ્યા વાહનની ઠોકરે આઘેડને ગંભીર ઇજા
જામનગરના વિજરખી ડેમ રોડ પર ફોરવ્હીલ ગાડીના ચાલકે રીક્ષાને પાછળથી ઠોકર મારતા બે વ્યકિતને ઇજા પહોચી હતી, જયારે કાનાછીકારી-પીપળીનેશ રસ્તે અજાણ્યા વાહનના ચાલકે આઘેડને ઠોકર મારીને ગંભીર ઇજા પહોચાડી હતી.
જામનગર તાલુકાના મોડપર ગામમાં રહેતા પ્રભુભાઇ હરજીભાઇ પરમાર (ઉ.વ.૪૫) નામના યુવાન ગત તા. ૧૩ના રોજ છકડો રીક્ષામાં બેસીને જતા હતા દરમ્યાન વિજરખી ડેમ પાસેના રોડ પર ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦ડીજે-૭૪૪૯ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી રીક્ષાને પાછળથી ઠોકર મારી અકસ્માત કર્યો હતો.
જે અકસ્માતમાં ફરીયાદીને સાથડના ભાગે ફ્રેકચર અને પંજામાં ઇજા તથા પ્રભાબેનને ખભાના ભાગે ગંભીર ઇજા પહોચાડી ચાલક નાશી છુટયો હતો આ અંગે પ્રભુભાઇએ પંચ-એમાં ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં લાલપુરના કાનાછીકારી ગામમાં રહેતા ભગીરથસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.૨૮) એ ગઇકાલે મેઘપર પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે, ગત તા. ૧૫ના રાત્રીના સુમારે પીપળીનેશ કાચા રસ્તે અજાણ્યા વાહનના ચાલકે ગફલતથી ચલાવીને ફરીયાદીના પિતા ઘનશ્યામસિંહ ઉમેદસિંહ ઝાલા (ઉ.વ.૪૮)ને સામેથી હડફેટે લઇને માથાની પાછળના ભાગે ગંભીર ઇજા અને શરીરે છોલછાલ જેવી ઇજા પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech