અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ અડધા થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો
જામનગર શહેર, જોડીયા-ધ્રોળ અને કાલાવડમાં ગઈકાલે વરસાદી વાતાવરણ બનેલું હતું, અને સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યા પછી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા.
જામનગર શહેરમાં ગઈકાલે સવારે આકાશ વાદળો થી ઘેરાયેલું જોવા મળ્યું હતું, અને વરસાદી ઝાપટા વરસવાના શરૂ થયા બાદ બપોરે ૧૨ વાગ્યાથી એકાએક ઉઘાડ નીકળી ગયો હતો, અને સૂર્ય દેવતા ના દર્શન થયા હતા.
જોકે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે અડધાથી દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. જેમાં જામનગર તાલુકાના મોટી ભલસાણમાં ૪૫ મી.મી. વરસાદ નોંધાયો હતો, તે જ રીતે આલિયાબાડામાં ૩૬ મી.મી. ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં ૨૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડામાં ૩૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. જોડીયા તાલુકામાં ગઈકાલે ૧૬ મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે સમગ્ર જિલ્લામાં મેઘરાજા એ વીરામ રાખ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
November 18, 2024 06:09 PMજામનગર: તીનબતી ચોક ઝુલેલાલ મંદિર પાસે બે યુવાનો પર જીવલેણ હુમલો
November 18, 2024 05:39 PMપુષ્પા-2 ફિલ્મના ટ્રેલર લોન્ચીંગમાં ઉમટી પડી જનમેદની
November 18, 2024 05:25 PMમસ્કની કંપની સાથે ઈસરો દ્વારા એડવાન્સ કોમ્યુનીકેશન સેટેલાઈટ લોન્ચ
November 18, 2024 05:24 PMશા માટે લોકો મોઢામાં એલચી રાખીને ઊંઘે છે, જાણો તેના ફાયદા
November 18, 2024 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech