જામનગર નજીક સચાણા ના દરિયાઈ વિસ્તારમાં હાલ મોનસુન બ્રેક ચાલી રહ્યું છે જેનો ભંગ કરીને માછીમારી કરી રહેલા બે માછીમારોને પકડી લેવાયા છે, અને બંને સામે બેડી મરીન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરી ના તંત્ર દ્વારા તાજેતરમાં ચોમાસાની સિઝનને લઈને મોનસુન બ્રેક જાહેર કરાયું છે, અને દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે.
જે જાહેરનામાની અમલવારીનો ભંગ કરીને સચાણા ના બે માછીમારો ગેરકાયદે રીતે પોતાની બોટ લઇને નજીકના દરિયામાં માછીમારી કરવા માટે ગયા હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું.
જેથી બેડી મરિન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બંને માછીમારો હનીફ ખુરેશી તેમજ અમીર હુસેન જુમાભાઇ ની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી માછીમારી બોટ કબજે કરી લઈ બંને સામે બેડી મરિન પોલીસ મથકમાં આઇપીસી કલમ ૧૮૮,તેમજ બી.એન.એસ. કલમ ૨૨૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસાથીની શોધમાં વાઘ મહારાષ્ટ્ર્રથી પહોંચ્યો તેલંગાણા છતાં માદા વાઘણ તો મળી નહીં
November 20, 2024 11:03 AMરાજકોટ : કોર્પોરેટર નિલેશ જલુનો લેટર લખી વિરોધ, ટિપરવાનના ટેન્ડરમાં સેટિંગ હોવાનું કહી અટકવવા રજૂઆત
November 20, 2024 11:01 AMયુપીમાં હરિહર મંદિરના દાવા બાદ સંભલ જામા મસ્જિદનો તાકીદે સર્વે
November 20, 2024 10:57 AMઆચારસંહિતાના ભંગ બદલ વધુમાં વધુ કેટલી સજા મળે છે? જાણો નિયમો
November 20, 2024 10:49 AMયુપી પેટાચૂંટણી: મતદાન શરૂ થતાં જ હંગામો, મીરાપુરથી કુંડારકી સુધી મતદાન અટકાવવાના આક્ષેપ
November 20, 2024 10:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech