જામનગરમાં જૂની સીટી પોલીસ લાઈન પાસે બે બાઈક સામસામે અથડાયા

  • January 12, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં હિંમતનગર રોડ પર જૂની સીટી પોલીસ લાઈન પાસે બે બાઈક સામસામે અથડાઈ પડ્યા હતા. જેમાં એક બાઈકના ચાલક આઘેડને ગંભીર ઇજા થવાથી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, જ્યારે અન્ય બાઇક ચાલક સામે ગુનો નોંધાયો છે.
જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા ઘનશ્યામસિંહ ઝાલા નામના ૫૫ વર્ષના આધેડ કે જેઓ ગત ૬ જાન્યુઆરીના દિવસે પોતાનું બાઈક લઈને ઘરની વસ્તુની ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા.  જે દરમિયાન જૂની સીટી પોલીસ લાઈન નજીક પહોંચતાં સામેથી આવી રહેલા જી.જે. ૧૦ એ.આર. ૯૬૮૪ નંબરના બાઈક સાથે અથડાઈ પડ્યા હતા, અને અકસ્માત સર્જાયો હતો. જેમાં તેઓને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવ અંગે તેમના પુત્ર દેવેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ અન્ય મોટરસાયકલના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝન પોલિસે છુટેલા બાઈક ચાલકની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application