ફરાર આરોપીના ઘરમાંથી 66 બોટલ દારૂ કબ્જે
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના બસ સ્ટેશન પાસેથી પોલીસે ગતરાત્રિના સમયે પોલીસે આ જ ગામના ગોવિંદ સગા ચાવડા (ઉ.વ. 33) અને વિજય ધરણાંત વારોતરીયા (ઉ.વ. 24) નામના બે શખ્સોને વિદેશી દારૂની બોટલ તેમજ મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 12,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દારૂની બોટલ તેઓએ નંદાણા ગામના સંજય દેવાભાઈ મકવાણા નામના શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું કબુલતા કલ્યાણપુર પોલીસ મથકમાં બંને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પછી કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ મિલનભાઈ કંડોરીયા તથા મેહુલભાઈ પોસ્તરીયા સહિતના સ્ટાફ દ્વારા ઉપરોક્ત પ્રકરણને અનુલક્ષીને નંદાણા ગામના સંજય દેવાભાઈ મકવાણા નામના આરોપીના ઘરમાં દરોડો પાડવામાં આવતા આ સ્થળેથી રૂ. 26,400 ની કિંમતની વિદેશી દારૂની 66 બોટલ મળી આવી હતી. પરંતુ આરોપી સંજય મકવાણા આ સ્થળેથી મળી આવ્યો ન હતો. જે અંગે કલ્યાણપુર પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્ય સરકાર દ્વારા વધુ પાંચ અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત
November 20, 2024 11:38 PMરાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ કલેક્ટર અને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીને પુરસ્કાર...જાણો નામ
November 20, 2024 11:36 PMરાજયમાં નવી જંત્રી જાહેર, નવા વર્ષથી અમલમાં આવશે
November 20, 2024 09:05 PMસુરત: 108 ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સે મહિલાનો બચાવ્યો જીવ
November 20, 2024 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech