જામનગર : ખીજડીયા બાયપાસ પાસે ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે પકડાયા

  • January 22, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ખીજડીયા બાયપાસ પાસે એલસીબીની ટુકડીએ બાતમી આધારે દુરોડો પાડીને ઇકો કારને આંતરી તેમાથી ઇંગ્લીશ દારૂની ૧૯૨ બોટલ સાથે જાખરના બે શખ્સોને પકડી લીધા હતા, તપાસ દરમ્યાન મહેસાણાના સપ્લાયરનું નામ ખુલ્યુ હતું, પોલીસ દ્વારા કુલ ૬.૨૧ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 


જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ પ્રોહીબીશન તથા જુગારધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરતા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એમ. કાંટેલીયા તથા પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, અરજણભાઇ વીરડા, ભયપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધારે ખીજડીયા બાયપાસ રોડ પર વિક્રમસિંહ ગૌતમસિંહ સોલંકી રહે. ઝાખર ગામ હોસ્પીટલ પાછળ લાલપુર, અર્જુનસિંહ મનુભા જાડેજા ઝાખર ગામ જુની ગૌશાળા વિસ્તાર લાલપુરવાળા બંનેને ઇકો કાર નં. જીજે૧૦ડીઆર-૦૬૨૩માં ઇંગ્લીશ દારૂની બોટલો ૧૯૨, કિ. ૨.૧૧ લાખ તથા બે મોબાઇલ ફોન કિ. ૧૦ હજાર તથા ઇકો કાર ૪ લાખ મળી કુલ ૬.૨૧ લાખના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી આરોપીઓ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી દારૂનો જથ્થો આપનાર ઉપેન્દ્રસિંહ ઝાલા રહે. કટોસણ ગામ, મહેસાણાવાળાને ફરાર જાહેર કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application