ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો : 61 હજારના ઘરેણા કબ્જે
જામનગરના પટણીવાડ વિસ્તારમાં એક બંધ મકાનમાં તાજેતરમાં ચોરી થઇ હતી જેનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી બે શખ્સોને ઝડપી લઇ 61 હજારની કિંમતના સોનાના ઘરેણા કબ્જે કરવામાં આવ્યા છે.
જામનગરના કાલાવડ નાકા બહાર પટણીવાડ નજીક રેસ્ટોરન્ટની બાજુની શેરીમાં રહેતા મહમદહુશેનભાઇ ચૌહાણ નામના આસામી પરિવાર સાથે બહારગામ ગયા હતા અને પાછળથી તસ્કરો મકાનમાંથી સોનાના દાગીનાનો હાથફેરો કરી ગયા હતા આ અંગે સીટી-એમાં ફરીયાદ કરવામાં આવી હતી.
શહેરના ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુના શોધી કાઢવા એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.એન. ઝાલાની સુચના મુજબ સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ.એન. રાઠોડ સાથે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમ્યાન સર્વેલન્સ સ્કોડના વિક્રમસિંહ જાડેજા, રાકેશ ચૌહાણ તથા ઋષીરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ઇસમો દાગીના સાથે ચાંદીબજાર બુગદાવાળી ગલીમા આંટાફેરા કરે છે જેના આધારે પોલીસ વોચ ગોઠવી હતી દરમ્યાન પટણીવાડ પુરબીયાની ખડકી બહાર રહેતા શાહનવાઝ શકીલ ચૌહાણ અને મહમદ અખ્તર પંજા નામના બંને શખ્સોને દબોચી લીધા હતા.
અંગજડતી કરતા 3 જોડી સોનાના બુટીયા, એક જોડી સોનાની છેલકડી, એક પેડલ, સોનાની એક વીંટી, એક જોડી નાની કડી મળી કુલ 61000ના દાગીના મળી આવતા બંનેને ઝડપી ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
January 31, 2025 07:40 PMદેવભૂમિ દ્વારકા ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધાના સમયમાં ફેરફાર
January 31, 2025 07:32 PMજામનગર ટ્રાફિક શાખા દ્વારા પરવાહ રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
January 31, 2025 07:23 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ ખંભાળીયા ખાતે ઉજવાયો...
January 31, 2025 07:20 PMપંકજ જોષી ગુજરાતના નવા મુખ્ય સચિવ, 'વિકસિત ગુજરાત 2047'ના વિઝન પર કામ કરશે
January 31, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech