ગેરકાયદે ઇમિગ્રન્ટસને કાઢવા ટ્રમ્પ સૈન્ય છૂટું મુકશે

  • November 19, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં જ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમની સરકાર નેશનલ ઇમરજન્સી જાહેર કરશે અને દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટસ સામે લશ્કરી દળોનો ઉપયોગ કરશે અને તેઓનો દેશનિકાલ કરશે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક વ્યકિતની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા આની પુષ્ટ્રી કરી છે. એકસ પર પોસ્ટ કરતી વખતે એક વ્યકિતએ લખ્યું હતું કે એવા રિપોર્ટ છે કે ટ્રમ્પ વહીવટીતત્રં અમેરિકામાં નેશનલ ઇમરજન્સી લાગુ કરીને સેના દ્રારા મોટી સંખ્યામાં ઘૂસણખોરોને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે. જાહેરાત બાદ ટ્રમ્પના સરહદ સુરક્ષા વડા ટોમ હોમને ચેતવણી આપી હતી કે ડેમોક્રેટિક શાસિત રાયો કે જેમણે દેશનિકાલ અભિયાનમાં સહકાર આપવાનો ઇનકાર કર્યેા છે તેઓએ અમારા રસ્તામાંથી હટી જવું જોઇએ.
ટોમ હોમને કહ્યું કે તેમની સરકાર અગાઉ તે ૪ લાખ ૨૫ હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટસનો દેશનિકાલ કરશે. આ એવા આંકડા છે જેમની સામે ગુનાહિત રેકોર્ડ છે. તેમણે એમ પણ કહ્યું કે લાખો યોગ્ય શરણાર્થીઓ અને ઇમિગ્રન્ટસ છે જેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના ધસારાને કારણે પાછળ ધકેલાઇ ગયા છે. ઉપરાંત તેમણે સ્પષ્ટ્ર કયુ કે તમામ પ્રવાસીઓને કાયદામાં નિર્ધારિત યોગ્ય પ્રક્રિયાને અનુસરવાની તક મળશે. જો તેઓ કાનૂની લડાઈ હારી જશે તો તેમને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવશે. હોમને એમ પણ કહ્યું હતું કે કાનૂની પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
હોમને સીમા સુરક્ષા સાથેના તેમના અંગત અનુભવો શેર કરતા કહ્યું કે બોર્ડર પેટ્રોલ એજન્ટો હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને રોકવાને બદલે ફકત ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ ગેરકાયદેસર વસાહતીઓને કોઈપણ પ્રતિબધં વિના યુએસમાં મોકલે છે. તેમને મફત એર ટિકિટ, હોટલ અને આરોગ્ય સંભાળની સુવિધાઓ પૂરી પાડે છે, યારે લાખો અમેરિકન નાગરિકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતત્રં આના પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેઓ તેને તેમની મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ કરે છે.
ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના સામૂહિક દેશનિકાલથી અમેરિકાના અર્થતત્રં પર ઐંડી અસર પડી શકે છે. અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલ કહે છે કે આ પગલાથી મુખ્ય ઉધોગો, ખાસ કરીને બાંધકામ, કૃષિ અને હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં ગંભીર શ્રમ સંકટ સર્જાઈ શકે છે. રિપોર્ટ અનુસાર, બાંધકામ ઉધોગમાં લગભગ ૧૪ ટકા કામદારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ છે. આ કામદારોને દૂર કરવાથી દેશભરના બાંધકામ પ્રોજેકટસ પર ગંભીર અસર થઈ શકે છે, જેનાથી ઘણા અમેરિકન નાગરિકોની નોકરીઓ પર અસર થઈ શકે છે. આ સાથે અમેરિકી સરકારને ટેકસ રેવન્યૂમાં પણ ભારે ઘટાડાનો સામનો કરવો પડશે. ૨૦૨૨માં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસે ફેડરલ ટેકસમાં ૪૬.૮ બિલિયન ડોલર અને રાય અને સ્થાનિક ટેકસમાં ૨૯.૩ બિલિયન ડોલરનું યોગદાન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application