કાલાવડ કપાસ ભરેલા ટ્રકમાં કરંટ બાદ આગ લાગી : એકનું મોત

  • March 15, 2025 11:49 AM 

ટ્રક પર બેઠેલા મજૂરોને હાઇવોલ્ટેજ લાઈનનો કરંટ લાગતા એકનું મોત ચારને ઇજા


કાલાવડ-જીવાપર રોડ પર રાધેશ્યામ ગૌશાળા પાસે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. કપાસ ભરેલા ટ્રક પર બેઠેલા પાંચ મજૂરોને હાઈવોલ્ટેજ વીજ લાઈનનો કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.


ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય ચાર મજૂરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. દુર્ઘટના સમયે ટ્રક કાલાવડ તરફ જઈ રહ્યો હતો. વીજ કરંટના કારણે ટ્રકમાં ભરેલા કપાસમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. સ્થાનિકોએ તરત જ કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. 

ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી કપાસમાં લાગેલી આગ પર કાબ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટ્રક માલિક અને મજૂરોની ગંભીર બેદરકારી સામે આવી છે. કપાસથી ભરેલા ટ્રક પર મજૂરોને બેસાડીને મુસાફરી કરાવવી એ સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application