આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરમાં અસ્થિસંધાન વિભાગ દ્વારા સપ્તાહમાં ત્રણ દિવસ સોમ, બુધ અને શુક્રવારે હાડકાં સંબંધી બાબતો માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જેમાં શહેરના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો. એમ.એસ. ડાંગર પણ સેવા આપશે.
અહીં સાંધા અને હાડકાં ની તકલીફ જેવી કે, ગરદન, કમર, ખંભાનો દુઃખાવો હાથ-પગમાં ખાલી ચડવી અને બળતરા થવી, સાંધા માં પાણી ભરાવું, પગ ના મરોડ વગેરે ની સારવાર તથા ફ્રેકચરની સારવાર માટે કાચા અને પાકા પ્લાસ્ટર અને ઓપરેશનની સુવિધા, સાંધાના ખડી જવાની તકલીફની સારવાર આપવામાં આવશે. આ માટે દર્દીએ અસ્થિસંધાન વિભાગ ઓ.પી.ડી. નંબર ૧૯, પંચકર્મ ભવન, યુ.જી. હોસ્પિટલ, ધન્વન્તરિ પરિસર, હનુમાન ગેઈટ પોલીસ ચોકી પાસે, આઈ.ટી.આર.એ. પરિસરમાં દર સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન સંપર્ક કરવા અને નિદાન સારવારનો લાભ લેવા આરઈ.ટી.આર.એ.ના ઈન્ચાર્જ નિયામક પ્રો.બી. જે. પાટગીરી એ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech