જામનગરથી બીજલ શાહને વડોદરા મુકાયા: દ્વારકાના નવા કલેકટર તરીકે જી.ટી.પંડયાની નિમણુંક: અશોક શર્માની બદલી: જામનગરના નવા કલેકટરનું નામ કદાચ હવે જાહેર થશે: જામનગરના કલેકટરના કાર્યકાળને એક વર્ષ પણ પૂર્ણ થયેલ નથી
રાજયમાં ૫૦ જેટલા આઇએએસ કક્ષાના અધિકારીઓની કરાયેલી બદલીઓમાં જામનગરના જિલ્લા કલેકટર બીજલ શાહની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે, અહીં નવી નિમણુંક હજુ જાહેર કરાઇ નથી, હાલારના બીજા જિલ્લા દ્વારકાના કલેકટરની પણ બદલી થઇ છે અને ત્યાં નવા કલેકટર તરીકે જી.ટી.પંડયાની નિમણુંક કરવામાં આવી છે, અત્રે નોંધનીય છે કે, જામનગરના કલેકટરને હજુ સુધી એક વર્ષનો પણ કાર્યકાળ થયો નથી અને તાજેતરમાં જ એમને હદયરોગનો માઇનોર એટેક આવ્યો હતો.
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજય સરકારે ગઇ રાત્રે ૫૦ જેટલા આઇએએસ અધિકારીઓની બદલીના ઓર્ડરો બહાર પાડયા છે જેમાં માર્ચ-૨૦૨૩માં જામનગરના કલેકટર તરીકે નિમાયેલા બીજલ શાહને વડોદરા કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે અને એ જ રીતે દ્વારકાના કલેકટર અશોક શર્માની પણ બદલી થઇ છે અને એમના સ્થાને મોરબીમાં કલેકટર તરીકે ફરજ બજાવતા જી.ટી.પંડયાની દ્વારકા કલેકટર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
આમ તો સામાન્ય રીતે જયારે પણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીના મહાજંગ થતાં હોય છે ત્યારે આઇએએસ અને આઇપીએસની બદલીઓ થતી હોય છે, પરંતુ તેના માટે જે તે સ્થળે અધિકારીનો કાર્યકાળ ત્રણ વર્ષ કે તેથી વધુ થયો હોય ત્યાં સામાન્ય રીતે બદલી થતી હોય છે ત્યારે જામનગરના કલેકટરને લાગે-વળગે છે ત્યાં સુધી એમને હજુ અહીં એક વર્ષ પણ પૂરુ થયું નથી એ પૂર્વે જ એમની બદલી કરવામાં આવી છે.
તા.૨૪ ની મધરાત્રે જામનગરના જિલ્લા કલેકટર બિજલ શાહને હદયરોગનો હળવો એટેક આવ્યો હતો અને બે દિવસ સુધી જી.જી.હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં અને અહેવાલ મુજબ એમને હદયમાં એક સ્ટેન્ડ બેસાડવામાં આવેલ છે. થોડો સમય આરામ કરવાની સલાહ અપાઇ છે એ દરમ્યાન જ એમની બદલીનો ઓર્ડર આવી ગયો છે.
ગઇ રાત્રે જે હુકમ નિકળ્યા છે તેમાં જામનગર જિલ્લાના નવા કલેકટરનું નામ જાહેર કરાયું નથી, કદાચ બદલીની બીજી યાદીઓમાં જામનગરના નવા કલેકટરનું નામ જાહેર થવાની શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech