ફાયર ઓફિસર દ્વારા દ્વારકા જિલ્લામાં આગ-અકસ્માત અંગે સ્ટાફને ટ્રેનિંગ

  • June 06, 2024 12:23 PM 

હોટલો, હોસ્પિટલો તેમજ શોપીંગ સેન્ટરોમાં તંત્ર દ્વારા વ્યાપક ચેકિંગ


દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા નગરપાલિકા વિસ્તારો હેઠળની ખંભાળિયા, સલાયા, ભાણવડ, ઓખા તથા દ્વારકા અને જામ રાવલ પાલિકા વિસ્તારોમાં આવેલી નાની-મોટી હોટલો, હોસ્પિટલો તેમજ શોપિંગ સેન્ટરો અને નાના મોલ જેવા વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્રની સૂચના તથા રાજ્યના રિજિયોનલ ફાયર અધિકારીના માર્ગદર્શન હેઠળ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર દ્વારા સર્વેની કામગીરી શ કરાઈ છે.


વધુમાં જણાવાયા મુજબ જાહેર સ્થળોએ સર્વે બાદ જર પડ્યે નોટિસ તેમજ ક્ષતિ જણાય તેવા સ્થળોએ સિલીંગ કરવા અને ફરિયાદ નોંધાવવા અંગેની કામગીરી પણ હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે. અહીં કરવામાં આવેલા સર્વે તેમજ ચેકિંગમાં સ્થાનિક નગરપાલિકાઓના ચીફ ઓફિસરનો સ્ટાફ પણ જોડાયો હતો.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં આગ, અકસ્માત જેવા બનાવ સમયે આવી પરિસ્થિતિનો સામનો કરવા અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કોર્ટમાં ન્યાયાધીશો તેમજ વકીલો વગેરેની ખાસ ઉપસ્થિતિમાં આ પ્રકારના બનાવ સામે પગલાં લેવા અંગે પ્રેક્ટીકલ ટ્રેનિંગ અપાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application