જામનગરમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ: 101 વાહન ડીટેઇન

  • October 21, 2024 11:32 AM 

દિવાળીના તહેવારો દરમિયાન ટ્રાફિકની સમસ્યાને અનુલક્ષી કામગીરી : અડચણપ નાના મોટા વાહનો ઝપટમાં આવ્યા


જામનગર શહેરમાં ખાસ કરીને દિવાળીના દિવસો દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારના લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે તેઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે સમસ્યાના નિવારણ અર્થે જામનગર ના જિલ્લા પોલીસવડા ની રાહબરી હેઠળ ટ્રાફિક શાખા સહિતની પોલીસ દ્વારા સંયુક્ત મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને એકીસાથે 100 થી વધુ નાના-મોટા વાહનો ડીટેઇન કરી લેવામાં આવ્યા છે.


જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસૂખ ડેલુ, શહેરવિભાગ નાયબ પોલિસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ટ્રાફિક શાખાના પો. ઈન્સ. એમ. બી. ગજ્જરની આગેવાનીમાં પો. સબ. ઈન્સ. આર. એલ. કંડોરીયા , આર. સી. જાડેજા તથા પો. સબ. ઈન્સ. એ. એચ. ચોવટ વગેરેએ  અલગ અલગ ટીમો બનાવી આવનારા દિવાળીના તહેવાર નિમિત્તે આજુ બાજુના ગામડાના લોકો ખૂબ મોટા પ્રમાણમાં ખરીદારી કરવા માટે આવતા હોય છે, જે અન્વયે લોકોને તથા શહેરી પ્રજાજનોને કોઈ ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે માટે મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી.


જેમાં ખાસ કરીને શહેરના સાત રસ્તા સર્કલ, ખોડિયાર કોલોની, દિગજામ સર્કલ, સમર્પણ સર્કલ, એસ. ટી. રોડ, જી. જી. હોસ્પિટલ રોડ, સુભાષ બ્રિજ જેવા મહત્વના સ્થળો ઉપર જાહેર માર્ગ પર અડચણરૂપ ટ્રાફિક કરતા ગેર કાયદેસર પેસેન્જરો ભરતા, અડચણ રૂપ વાહનો, ડ્રાઈવિંગ લાયસન્સ વગરના વાહન ચાલકો  વિરૂધ્ધ ખાસ  મેગા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું હતું.


આ ખાસ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન  રિક્ષા, ખાનગી ટ્રાવેલ્સની બસો,  ઇકોકાર, તેમજ અન્ય પેસેન્જર વાહનો  મળી કુલ 101 વાહનો ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application