દ્વારકામાં વડાપ્રધાનનાં કાર્યક્રમને દિને બંધનાં એલાનને નબળો પ્રતિસાદ
ઓખા - બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન સેતુનાં લોકાર્પણ પછી વડાપ્રધાન દ્વારકામાં જગતમંદિરે દર્શનાર્થે આવ્યા હતા તથા એ પછી જનસભા પણ સંબોધી હતી. વડાપ્રધાનનાં દ્વારકા કાર્યક્રમને પગલે દ્વારકામાં વેપાર ધંધા બંધ રાખવા કહેવાતી વેપારી સંસ્થાએ એલાન કર્યુ હતું પરંતુ એની નોંધ લેવાઇ ન હોય એમ બજાર મોટેભાગે ખુલ્લી જોવા મળી હતી.
વેપારી આગેવાનોએ વડાપ્રધાનની સભામાં ઉમટી પડવા વેપારીઓને આહ્વાન કરી એ માટે વેપાર ધંધા બંધ રાખવાની અપીલનો વિડીયો સંદેશ પણ માધ્યમોમાં વહેતો કર્યો હતો જેને પગલે અમુક દુકાનો તો રવિવારે જ બંધ પાળતી હોવાની સ્થિતિને જોતા અપીલ પછી બજારમાં સજ્જડ બંધ જોવા મળવો જોઇએ પરંતુ દ્ર્શ્ય ઉલ્ટુ જોવા મળતા આ બાબતે ફિયાસ્કો થયો હોવાનો ઘાટ ઘડાયો છે.
વડાપ્રધાનની સભામાં તો જનમેદની ઉમટી પડી હતી પરંતુ વેપારીઓએ ધંધા રોજગાર ચાલુ રાખતા બંધનું એલાન કરનારા વેપારી આગેવાનોની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉભો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબરડા અભ્યારણ્ય નજીક ગેરકાયદેસર વીજશોક ગોઠવનારા બે શખ્શો સામે વનવિભાગે કરી કાર્યવાહી
November 18, 2024 02:08 PMયોગ સાધકોને આયુર્વેદિક ઉકાળાનું થયું વિતરણ
November 18, 2024 02:07 PMસખી કલબ દ્વારા સ્નેહમિલન સહિત કાર્યક્રમો યોજાયા
November 18, 2024 02:03 PMરામધુન બોલાવવાથી માંડીને અમરણાંત ઉપવાસ કરવા સુધી અમે તૈયાર: માચ્છીમારો
November 18, 2024 02:02 PMપોરબંદરમાં બે જગ્યાએથી ૩૬ બોટલ દારૂ -બીયર સાથે બે શખ્શો ઝડપાયા
November 18, 2024 02:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech